Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કોઈને આધાર કે પૅન કાર્ડ આપો છો તો સાચવજો, નહીં તો ભરવું પડશે ઇન્કમ ટૅક્સ

કોઈને આધાર કે પૅન કાર્ડ આપો છો તો સાચવજો, નહીં તો ભરવું પડશે ઇન્કમ ટૅક્સ

Published : 21 May, 2024 07:05 PM | Modified : 21 May, 2024 07:30 PM | IST | Patan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Income Tax Notice: દવેએ કલ્પેશ અને વિપુલ પટેલ સામે છેતરપિંડી કરવાનો ગુનો દાખલ કર્યો હતો.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


તમારી કમાણી અમુક હજાર રૂપિયા હોય ત્યારે તમને ઇન્કમ ટૅક્સ (IT) વિભાગ કરોડો રૂપિયાનું ટૅક્સ ભરવાની નોટિસ મોકલે તો શું થાય?, તમારા પગ નીચેની જમીન ખસી જાય બરાબર ને?. જોકે આ માત્ર વિચારવાની બાબત નથી પણ ગુજરાતના પાટણ જિલ્લામાં (Income Tax Notice) એક ચા વેચવાવાળા સાથે આવી જ એક ઘટના બની હોવાની વાત સામે આવી છે. ગુજરાતના ખેમરાજ દવે આ ચાવાળાને આઇટી વિભાગની રૂ. 49 કરોડનું ટૅક્સ ભરવાની નોટિસ મળતા તે મોટી મુસીબતમાં મુકાયો છે તેમ જ આ બાબતે તેને પોલીસ અને વકીલની મદદ પણ લેવાનો વખત આવ્યો છે.


શું છે આ સંપૂર્ણ ઘટના?



મૂળ બનાસકાંઠા જિલ્લાના ખેમરાવ દવેએ 10 વર્ષ પહેલા પાટણના નવાગંજ સ્થિત બજારમાં ચા વેચવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન તેની મુલાકાત અલ્પેશ અને વિપુલ પટેલ સાથે થઈ હતી. બંને દવેની દુકાને ચા પીવા આવતા હતા. સાતમા ધોરણ સુધી ભણેલા દવેએ અલ્પેશ અને વિપુલ પટેલ પાસે તેના બેંક એકાઉન્ટને તેના પૅન કાર્ડ (Income Tax Notice) સાથે લિંક કરવા માટે મદદ માંગી. દવેએ પટેલ અલ્પેશ અને વિપુલને પોતાના આઠ ફોટોગ્રાફ્સ સાથે આધાર અને પાન કાર્ડ પણ આપ્યું હતું. થોડા દિવસો પછી અલ્પેશ અને વિપુલે દવેને તેનું આધાર અને પૅન કાર્ડ પાછું આપી દીધું હતું. તેમ જ દવેએ દાવો કર્યો હતો કે  આ દરમિયાન અલ્પેશ અને વિપુલે તેની પાસેથી કેટલાક કાગળો પર સહી પણ કરાવી હતી.


બધું બરાબર ચાલ્યું, જોકે ઑગસ્ટ મહિનામાં દવેને આઇટી વિભાગ તરફથી ઇન્કમટૅક્સ ભરવાની નોટિસ મળી. આ નોટિસ અંગ્રેજીમાં હત જેથી તે નોટિસ વાંચી શક્યો નહોતા, પણ થોડા સમય બાદ  ફરીથી નોટિસ આવતા દવેએ એક વકીલનો સંપર્ક કર્યો અને તે બાદ ખુલાસો થયો કે આઇટી વિભાગે (Income Tax Notice) નાણાકીય વર્ષ 2014-15 અને 2015-16માં ગેરકાયદેસર વ્યવહારો માટે દવેને દંડ ફટકાર્યો છે. દવેએ તેનું એકાઉન્ટ ચેક કર્યું અને પાસબુક પણ પ્રિન્ટ કરાવી લીધી. આવું કંઈ પ્રકાશમાં આવ્યું નથી. આ દરમિયાન બેન્ક ઓફિસરે જણાવ્યું કે દવેના નામે બીજું એક બેન્ક એકાઉન્ટ ચાલી રહ્યું છે. આ બાબત જાણીને દવેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

જ્યારે ખેમરાજ દવેએ પાટણથી ઊંઝા શિફ્ટ થયેલા કલ્પેશ અને વિપુલ પટેલને આ અંગે વાત કરી અને પૅન કાર્ડ પર અલગ-અલગ ખાતા ખોલાવ્યા હોવાનું જણાવતાં બંનેએ મહેસાણાના વકીલ પાસે જવાનું કહ્યું હતું. જ્યારે દવેએ તેમનો ફરીથી સંપર્ક કર્યો ત્યારે બંનેએ દવેને ધમકી આપી હતી કે જો તે આ સમગ્ર ઘટના અન્ય કોઈને કહેશે તો તેઓ તેને અન્ય કોઈ કેસમાં ફસાવી દેશે. જોકે ખેમરાજે આ બાબતે પાટણ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. દવેએ કલ્પેશ અને વિપુલ પટેલ સામે છેતરપિંડી (Income Tax Notice) કરવાનો ગુનો દાખલ કર્યો હતો તેમ જ દવેએ આક્ષેપ કર્યો છે કે બંનેએ તેના નામે ખાતું ખોલાવીને નાણાંકીય વ્યવહારો કર્યા હતા. જેના કારણે ઈન્કમટેક્સે તેને 49 કરોડ રૂપિયાની નોટિસ પાઠવી હતી. દવેના પરિવારમાં તેમની પત્ની સહિત કુલ પાંચ સભ્યો છે. જેમાં બે છોકરા અને એક પુત્રીનો સમાવેશ પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2024 07:30 PM IST | Patan | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK