પોલીસના આ ઑફિસર્સ મોં ખોલવા તૈયાર નથી. આ આખી ઘટના સામે આવ્યા પછી ગુજરાત પોલીસ સિવાય ઑફિસરોમાં હાહાકાર મચ્યો છે. આ મામલે વિગતવાર જાણો કે હનીટ્રેપની આખી ઘટના...
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં (Gujarat) હનીટ્રેપની (Honeytrap) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસના (Gujarat Police) એક-બે નહીં પણ છ-છ આઈપીએસ અધિકારી (IPS Officers) હુસ્નના જાલમાં ફસાઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હનીટ્રેપ (Honeytrap) કરનારી છોકરીએ ઑફિસર્સ પાસેથી કરોડો રૂપિયા પણ ઠગ્યા છે. ત્યાર બાદ પણ પોલીસના આ ઑફિસર્સ મોં ખોલવા તૈયાર નથી. આ આખી ઘટના સામે આવ્યા પછી ગુજરાત પોલીસ સિવાય ઑફિસરોમાં હાહાકાર મચ્યો છે. આ મામલે વિગતવાર જાણો કે હનીટ્રેપની આખી ઘટના...
ઘોડેસવાર થઈને પહોંચી છોકરી
મધ્યપ્રદેશના ઈન્દોરની આકાંક્ષા (નામ બદલ્યું છે)એ લગભગ આઠ મહિના પહેલા ગાંધીનગર સ્થિત કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં ઘોડસવારી માટે એડ્મિશન લીધું. સોશિયલ મીડિયા અને મેસેજ દ્વારા છોકરી સૌથી પહેલા એક યુવાન આઇપીએસ ઑફિસરના સંપર્કમાં આવી. ધીમે ધીમે નિકટતા વધી તો છોકરીએ આઇપીએસનો હનીટ્રેપ કર્યો. કહેવામાં આવે છે કે યુવાન ઑફિસર પાસેથી લાખો રૂપિયા વસૂલ કર્યા. ત્યાર બાદ એક-એક કરીને આ છોકરીએ છ આઈપીએસ ઑફિસરોને પોતાના જાળમાં ફસાવ્યા અને કરોડો રૂપિયા વસૂલ કર્યા. આમાં ચાર આઇપીએસ ઑફિસર તો સંપૂર્ણ રીતે હનીટ્રેપ થઈ ગયા, જ્યારે બે ઑફિસર જાળમાં ફસાતા પહેલા બચી ગયા.
ADVERTISEMENT
આઠ મહિના પહેલાની ઘટના
કરાઈ પોલીસ એકેડમીમાં આઠ મહિના પહેલા આ હાયપ્રૉફાઈલ હનીટ્રેપની ઘટનાની ખબર પડી. અહીં અનેક આઇપીએસ અધિકારીઓને છોકરીએ પોતાના જાળમાં ફસાવી લીધા હતા. હનીટ્રેપ પર રૂપિયાની વસૂલી સાથે જોડાયેલ મામલે અંદરખાને ખૂબ જ ચર્ચા થઈ રહી છે, પણ ફસાયેલા આઈપીએસ અધિકારી ફરિયાદ કરતા ખચકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓના મેસેજ, ફોટોઝ અને વીડિયોઝ આ છોકરી પાસે છે.
આઈપીએસના ઘર સુધી તકલીફ
હનીટ્રેપના આ હાયપ્રૉફાઈલ કેસમાં ફસાયેલા છ આઈપીએસમાંથી એક યુવાન આઈપીએસના ઘર સુધી મામલો પહોંચ્યો છે. સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં લગ્નબંધનમાં બંધાયેલ આ આઈપીએસ અધિકારીને એક કરોડ રૂપિયા આપવા પડ્યા. તેમ છતાં પણ આઈપીએસ ઑફિસર ફરિયાદ નોંધવવા તૈયાર નથી.
આ પણ વાંચો : બિલકિસ બાનો કેસ: આ કારણસર સુપ્રીમ કોર્ટે ફગાવી સમીક્ષા અરજી, દોષિતોને રાહત
4 આઈપીએસ ફસાયા, બે બચ્યા
આ હનીટ્રેપમાં 4 આઈપીએસ ખરાબ રીતે ફસાઈ ગયા તો બે ઑફિસરના નસીબ સારા હતા, શરૂઆતમાં જ્યારે તેમણે કંઈક શંકાસ્પદ અને અજીબ લાગ્યું તો તેમણે અંતર સાધી લીધું. આ અધિકારીઓને છોકરીના વધારે મિત્રતાવાળા અંદાજ થકી શંકા થઈ. ત્યાર બાદ આખરે તે બચી નીકળ્યા.
આ પણ વાંચો : ‘પઠાન’ ગુજરાતમાં રિલીઝ કરી દેખાડો...
છ મહિનામાં શોધી શક્યા છોકરી
હનીટ્રેપના આ કેસમાં સામાન્યરીતે ફરિયાદ નોંધાઈ નહોતી, પણ ગુજરાત પોલીસના મોટા ઑફિસર્સ સાથે જોડાયેલા કેસમાં છોકરીની ખબર પડી ગઈ. આથી ગુજરાત પોલીસને છ મહિના સુધી મહેનત કરવી પડી. પણ છોકરી ઈન્દોરની રહેવાસી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોકરીની ઓળખ બાદ હનીટ્રેપમાં ફસાયેલા આઈપીએસ અધિકારીઓને છોકરીની તસવીર બતાવવામાં આવી, જેમને તે મેસેજ મોકલતી હતી. તેમણે છોકરીને ઓળખી લીધી, પણ ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી.
આ પણ વાંચો : ઓલિમ્પિકસ ર૦૩૬નું ગુજરાતમાં આયોજન કરવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ, જાણો વિગત
પોલીસ જોઈ રહી ફરિયાદની રાહ
છોકરીની શોધ કરનાર ગુજરાત પોલીસના આધિકારીઓએ આખા મામલે આકરા સ્ટેન્ડ લીધા છે. અધિકારીઓએ છોકરીની ફેમિલી સાથે મળીને આ પ્રકારની એક્ટિવિટીઝથી દૂર રહેવાની સલાહ આપી છે. પોલીસે હવે આ મામલે એ પણ તપાસ કરી છે કે અન્ય કોઈ તો હનીટ્રેપના શિકાર નથી બન્યા. જો પોલીસને આ સંબંધે ફરિયાદ મળી છે તો આ કેસને નોંધમાં લેવામાં આવશે.