રાજકોટમાં રાજપૂત સમાજ રૂપાલાના વિરોધમાં કરશે સંમેલન, પણ કાઠી ક્ષત્રિય સમાજે જાહેર કર્યું BJPને સમર્થન
પરષોત્તમ રૂપાલા
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનાં વિરોધ-પ્રદર્શન ચાલુ રહ્યાં છે અને આગામી રવિવારે રાજકોટ પાસે પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજ ડંકાની ચોટ પર સંમેલન કરશે એવી જાહેરાત ગઈ કાલે ગુજરાત રાજપૂત સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા એ BJP સાથે હોવાની જાહેરાત કરવામાં આવી છે.