જીત મામલે આજ સુધી BJP કોંગ્રેસનો રેકોર્ડ તોડી શકી નથી. રાજ્યના ઈતિહાસમાં કોંગ્રેસનો 1985માં 149 સીટ જીતવાનો રેકોર્ડ રહ્યો છે.
માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી
ગુજરાત (Gujarat)માં છેલ્લા 27 વર્ષોથી રાજ કરતી ભારતીય જનતા પાર્ટી(Bhajap)એ આ વખતે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આવતી કાલે એટલે કે 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ભાજપે આ વખતે મિશન 150 સાથે કામ કર્યુ છે અને હવે તે તેનું સપનું પુરૂ કરી લેવા માંગે છે, જેના માટે પાર્ટી દશકોથી રાહ જોઈ રહી છે. કેસરિયાઓએ છેલ્લા ત્રણ દશકમાં ભલે ગુજરાતને પોતાનો સૌથી મોટો ગઢ બનાલી લીધું હોય, પરંતુ જીત મામલે આજ સુધી તે કોંગ્રેસનો રેકોર્ડ તોડી શકી નથી. રાજ્યના ઈતિહાસમાં કોંગ્રેસનો 1985માં 149 સીટ જીતવાનો રેકોર્ડ રહ્યો છે. જ્યારે ભાજપનો રેકોર્ડ 2002માં હતો. ગુજરાત રમખાણો બાદ થયેલી ચૂંટણીમાં ભાજપે 127 સીટ પર કબ્જો મેળવ્યો હતો.
કોણે અને કેવી રીતે કોંગ્રેસને અપાવી હતી આટલી મોટી જીત
ADVERTISEMENT
કોંગ્રેસ (Congress)પાર્ટીને આટલી મોટી જીત જે નેતાએ અપાવી તેનું નામ છે માધવ સિંહ સોલંકી. 1985માં સોલંકીએ 182 બેઠક ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસને 149 બેઠકો પર જીત હાંસિલ કરી હતી. KHAM(ક્ષત્રિયસ હરિજન, આદિવાસી અને મુસ્લિમ) ફોર્મ્યુલાને આધારે માધવ સિંહ સોલંકીએ એવી વ્યુરચના ઘડી કે ફરી વાર એને ન તો ભાજપ રિપિટ કરી શકી કે ન તો કોંગ્રેસ. જોકે, રાજ્યમાં ભાજપના ઉભારમાં KHAM ફોર્મ્યુલાનો મહત્વનો ફાળો રહ્યો છે.
આ પણ વાંચો:તમે માત્ર મતદાર છો કે નાગરિક...? આ સવાલ મનને જરૂર પૂછો
હકિકતે, 1981માં માધવસિંહ સોલંકીએ જસ્ટિસ બખ્શી કમીશનની ભલામણ પર રાજ્ય ઓબીસી માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી ત્યારે મોટા પાયે કોટા વિરોધી આંદોલન શરૂ થઈ ગયું હતુ. હિંસક આંદોલનમાં હજારો લોકો મોતને ભેટ્યા હતાં. આરક્ષણ સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે સોલંકીએ 1985માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે જ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં સોલંકીએ ચાર વર્ષ પહેલા રમેલો દાવ કામ લાગ્યો. તેમણે 182માંથી 149 બેઠક હાંસિલ કરી હતી. જો કે પાટીદરા સમુદાય આ દરમિયાન કોંગ્રેસથી નારાજ થઈ ગયો અને સમય જતા સમગ્ર સમુદાયનું ભાજપ તરફ વલણ વધી ગયું.
આ પણ વાંચો: Gujarat Election: હિરાબાએ મતાધિકારનો કર્યો ઉપયોગ, શાહ અને પટેલે પણ આપ્યો મત
ગુજરાતના ગઠન બાદ પહેલી વાર જ્યારે 1960માં 132 સીટ પર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને 112 સીટ મળી હતી. 1975 સુધીમાં કોંગ્રેસ સતત સત્તામાં કાબિજ રહી છે. 1980માં જનતા પાર્ટીની સરકાર પડ્યા હાજ કોંગ્રેસના માધવ સિંહ સોલંકી એક વાર ફરી મુખ્યપ્રધાન બન્યા. 1990માં પહેલી વાર ભાજપની એન્ટ્રી થઈ અને જનતા દળ સાથે મળીને સરકાર બનાવી. 1995માં ભાજપે 182માંથી 121 સીટ પર જીત હાંસિલ કરીને પહેલી વાર કેશુભાઈ પટેલના નેતૃત્વમાં બહુમતી હાંસિલ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ભાજપ સતત સત્તામાં રહી છે. આ દરમિયાન 2002માં 127 સીટ સાથે જીતી તો સૌથી ઓછી 99 બેઠક સાથે 2017માં સરકાર બનાવી હતી.

