૨૯ ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયા છે, જ્યારે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી જીતનારા ૩૩ એમએલએ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોની સરખામણીમાં આ વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોમાં ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ધરાવતા એમએલએનું પ્રમાણ ઘટ્યું છે. તાજેતરમાં ચૂંટાયેલા ૧૮૨ ઉમેદવારોમાંથી ૪૦ જણ સામે ગુના નોંધાયા છે, જ્યારે ૨૦૧૭માં આવા ઉમેદવારોની સંખ્યા ૪૭ હતી. ૨૯ ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયા છે, જ્યારે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી જીતનારા ૩૩ એમએલએ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતા.
ગુજરાત ઇલેક્શન વૉચ અને અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ દ્વારા તાજેતરમાં ચૂંટાયેલા ૧૮૨ ઉમેદવારોનાં ઍફિડેવિટનું ઍનૅલિસિસ કરીને આ જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ ઍનૅલિસિસ અનુસાર તાજેતરમાં ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો વિરુદ્ધ હત્યાના પ્રયાસના ગુના દાખલ થયા છે, જેમાં કૉન્ગ્રેસના અનંતકુમાર પટેલ, કિરીટકુમાર પટેલ અને બીજેપીના કાળુભાઈ રાઠોડનો સમાવેશ છે.
ADVERTISEMENT