અમિતે કેટલાક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મ અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર કૉમેડી પણ કરી છે
તસવીર સૌજન્ય: અમિત ગલાણીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
ગુજરાત (Gujarat News)માં પરીક્ષા શરૂ થવાના કલાકો પહેલાં સોશિયલ મીડિયા પર B.Comનું પેપર લીક થવાના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બુધવારે આપી હતી. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અમિત ગલાણી, અજય લાડુમોર અને વિવેક મકવાણા તરીકે કરવામાં આવી છે.
ભાવનગર (Bhavnagar)ની ગલાણી જી. એલ. કાકડિયા કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ મેનેજમેન્ટનો ઈન્ચાર્જ પ્રિન્સિપાલ છે, જ્યારે લાડુમોર અને મકવાણા કૉલેજના વિદ્યાર્થીઓ છે. આ લોકોની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કૌશિક ભટ્ટ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી બાદ ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
જોકે, કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી અભિનેતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેણે કેટલાક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મ અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર કૉમેડી પણ કરી છે. તેના જોક્સ પણ ખૂબ જ વાઇરલ થયા છે. અમિતે ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે, 1928, ઘન ધતુડી પતુડી અને એપ્રિલ ફૂલ જેવી અનેક ફિલ્મો અને શોર્ટ ફિલ્મમાં અભિનય કર્યો છે.
આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 406, 409, 120E, 114 અને 34 અને કલમ 72 અને 72A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમો પણ એફઆઇઆરમાં નોંધવામાં આવી હતી. આરોપીઓ પર ગુનાહિત વિશ્વાસ ભંગ, ગુનાહિત કાવતરું, ગોપનીયતા અને ગોપનીયતાના ભંગ સહિત અન્ય આરોપો સાથે આરોપ મૂકવામાં આવ્યો છે. એફઆઈઆર અનુસાર, પરીક્ષા શરૂ થવાના કલાકો પહેલા ગલાણીએ પ્રશ્નપત્રનું પેકેટ ફાડી નાખ્યું હતું અને તેના મોબાઈલ ફોનથી પ્રશ્નોના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા.
આ પણ વાંચો: સાળંગપુર : અમિત શાહ પહોચ્યા હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી મૂર્તિના ઉદ્ઘાટન સમારોહમાં
ઉલ્લેખનીય છે કે તમામ આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડમાં મોકલ્યા હતા. આ અંગે પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે, “રિમાન્ડ દરમિયાન પેપર લીક પ્રકરણે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. આ મામલે અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. વધુ એક આરોપી વિદ્યાર્થિની સૃષ્ટિ ખોરડાકની પોલીસ શોધ કરી રહી છે.