Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ઘુસ્યો HMPV વાયરસ, અમદાવાદમાં બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં ઘુસ્યો HMPV વાયરસ, અમદાવાદમાં બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

Published : 06 January, 2025 02:46 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

HMPV in India: ગુજરાતના અમદાવાદમાં બે મહિનાની બાળકી વાયરસનું પરીક્ષણ થયું છે; બાળકીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને હાલત સ્થિર છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ચીન (China)નો હ્યુમન મેટાપ્યુમોવાયરસ (Human Metapneumovirus - HMPV) ધીમે-ધીમે કરીને ભારત (India)માં પોતાનો પગપેસારો ઝડપથી કરી રહ્યો હોય તેવું લાગે છે. આજે બેંગલુરુ (Bengaluru)માં આઠ મહિનાના બાળકમાં ભારતનો પહેલો HMPV કેસ (HMPV first case in India) નોંધાયો હતો. ત્યારબાદ કર્ણાટક (Karnataka)માં બે કેસની પુષ્ટિ થઈ હતી. એ પછી હવે ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસનો એક કેસ નોંધાયો છે. આ પરથી લાગે છે કે, ભારતવાસીઓએ વધુ સાવધાની રાખવાની જરુર છે.


ગુજરાતના અમદાવાદમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. એક બાળકીનો HMVP કેસ પોઝિટિવ આવ્યો છે. બે મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ખાનગી લેબમાં બાળકીનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકી મૂળ મોડાસા નજીકના ગામની છે. બાળકીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાહતના સમાચાર એ છે કે, હવે તેની તબિયત સ્થિર છે. બાળકીમાં શરદી અને તાવના લક્ષણો જણાતાં તેને અમદાવાદ લઈ જવાઈ હતી.



HMPVનો કેસ અમદાવાદમાં નોંધાતા ગુજરાતના આરોગ્ય મંત્રીને આ વિશે પુછવામાં આવ્યું હોવાનું અહેવાલો જણાવે છે. જેમાં તેમણે કહ્યું કે, ‘મને આની જાણ નથી. આ વાયરસની સારવાર કોરોના વાયરસના પ્રોટોકોલ અનુસાર જ કરવામાં આવશે. લક્ષણો અનુસાર તેમની સારવાર કરવામાં આવશે. સરકાર બે-ત્રણ દિવસમાં ટેસ્ટ કીટની વ્યવસ્થા કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો HMPV વાયરસને લઈને સતર્ક છે. લોકોએ ગભરાવાની જરૂર નથી કારણ કે જો જરૂરી હોય તો શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં કોવિડ જે રીતે ફેલાય છે તે સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યું હતું અને HMVP એ વાયરસને વધુ નુકસાન કરતા રોકવા માટે સરકારની તૈયારી છે.’


ગુજરાતમાં એક કેસ HMPVનો નોંધાતા ગુજરાત સરકાર (Gujarat Government) સતર્ક થઈ ગઈ છે અને આરોગ્ય વિભાગે સાવચેત રહેવાની સલાહ આપી છે. આરોગ્ય વિભાગે કહ્યું છે કે, HMPV ના સામાન્ય લક્ષણો છે ઉધરસ, તાવ, નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ વગેરે છે. આ લક્ષણો અન્ય શ્વસન વાયરસથી થતા ચેપ જેવા જ છે. ગંભીર કિસ્સાઓમાં તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે. જો તમને ખાંસી કે છીંક આવે તો તમારા મોં અને નાકને રૂમાલથી ઢાંકો. જો તમે બીમાર હોવ તો જાહેર સ્થળોએ જવાનું ટાળો. શ્વસન સંબંધી સમસ્યાઓના કિસ્સામાં ડોકટરોનો સંપર્ક કરો. જો શિયાળાની ઋતુમાં નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV જેવા લક્ષણો જોવા મળે તો તેનું નિદાન કરાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ખાતરી આપી હતી કે ચીનમાં શ્વસન સંબંધી રોગોના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. એક નિવેદનમાં, મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચીનમાં બધું બરાબર છે અને ભારત શ્વસન ચેપનો અસરકારક રીતે સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.


નોંધનીય છે કે, આ પહેલા આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતીય તબીબી સંશોધન પરિષદ (Indian Council of Medical Research - ICMR)એ કર્ણાટકમાં બે બાળકોમાં HMPV ચેપ શોધી કાઢ્યો છે. ત્રણ મહિનાની છોકરી અને આઠ મહિનાના છોકરામાં ચેપ જોવા મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2025 02:46 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK