અટકાવ્યો એક સીટ પર, નડીશ છવ્વીસ સીટ પર: હાર્દિક પટેલ
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ
ગઈ કાલે કૉન્ગ્રેસનો પ્રચાર કરવા પોરબંદર પહોંચેલા હાર્દિક પટેલને ગુજરાત હાઈ ર્કોટે ઇલેક્શન લડવાની મનાઈ કરતાં તેણે એ દોષનો ટોપલો બીજેપી પર ઢોળતાં કહ્યું હતું, ‘બીજેપીએ મને એક સીટ પર લડતાં અટકાવ્યો છે, પણ હવે હું તેમને છવ્વીસ બેઠક પર નડીશ અને છવ્વીસેછવ્વીસ બેઠક પર કૉન્ગ્રેસ માટે જોર લગાડીશ.’
હાર્દિક પટેલે કહ્યું હતું, ‘બીજેપી આજે બધો જશ પોતાના નામ પર લે છે પણ ભૂલે નહીં, બધાં પ્રારંભનાં કામો કૉન્ગ્રેસે કયાંર્ છે; બીજેપીએ તો માત્ર એ કામોને આગળ વધાર્યાં છે અને એમાં કોઈ નવી વાત નથી. નર્મદા ડૅમ પણ કૉન્ગ્રેસની સરકારમાં જ બનવાનો શરૂ થયો અને દેશભરની સરકારી હૉસ્પિટલો છે એ બધી પણ કૉન્ગ્રેસે જ બનાવી છે. કામનો પ્રારંભ અઘરો હોય છે, એ એક વાર થઈ જાય પછી તો બધા પોતાની રીતે કામ આગળ વધારી શકે.’
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસે આ શહેરમાં ઉતાર્યા પોતાના ધાકડ નેતાને, જાણો આખું લિસ્ટ
કૉન્ગ્રેસ દેખાડો કરવામાં નથી માનતી એટલે પોતે કૉન્ગ્રેસ જૉઇન કરી એવી સ્પષ્ટતા પણ હાર્દિકે કરી હતી.