જામનગરના જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ગૌરવ ગાંધીનું મંગળવારે સવારે હાર્ટ અટેકથી નિધન થઈ ગયું. તેમના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે. તો, ડૉક્ટરોને પણ સમજાતું નથી કે તેમનું હાર્ટ અટેકને કારણે મોત કેવી રીતે થયું.
પ્રતીકાત્મક તસવીર
જામનગરના (Jamnagar) જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ગૌરવ ગાંધીનું મંગળવારે સવારે હાર્ટ અટેકથી નિધન થઈ ગયું. તેમના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે. તો, ડૉક્ટરોને પણ સમજાતું નથી કે તેમનું હાર્ટ અટેકને કારણે મોત કેવી રીતે થયું.
માહિતી પ્રમાણે, ડૉ. ગૌરવ ગાંધીએ દરરોજની જેમ સોમવારે રાતે પણ દર્દીનું ચેક-અપ કર્યું હતું. ત્યાર બાદ તે પેલેસ રોડ સ્થિત પોતાના ઘરે આવી ગયા હતા. ત્યાર બાદ તેઓ જમ્યા અને પછી થોડીવાર બાદ સૂવા ચાલ્યા ગયા. તેમના વ્યવહારમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન નહોતું. અહીં સુધી કે તેમનું સ્વાસ્થ્ય પણ સારું હતું.
ADVERTISEMENT
સવારે પથારીમાંથી ઊઠ્યા નહીં, ડૉક્ટર્સે મૃત જાહેર કર્યા
પણ, જ્યારે મંગળવારે સવારે છ વાગ્યે પરિવારજનોએ તેમને જગાડ્યા, તો તે ઊઠ્યા જ નહીં. ત્યાર બાદ પરિજનો તેમને હૉસ્પિટલમાં લઈ ગા, જ્યાં ડૉક્ટરોએ તેમના મોતનું કારણ હાર્ટ અટેક જણાવ્યું જાણીતા કાર્ડિયોલોજિસ્ટ સર્જન ડૉ. ગૌરવ ગાંધી માત્ર 41 વર્ષના હતા.
16 હજારથી વધારે લોકોની કરી ચૂક્યા છે હાર્ટ સર્જરી
ડૉ. ગૌરવ ગાંધીએ પોતાના મેડિકલ કરિઅરમાં 16 હજારથી વધારે લોકોની હાર્ટ સર્જરી કરી હતી. તેમના નિધનના સમાચાર સાંભળીને જામનગરના મેડિકલ ફેટરનિટીમાં શોકનો માહોલ છે. ડૉક્ટર ચોંકી ગયા છે કે તેમનું મોત હાર્ટ અટેકથી કેવી રીતે થઈ શકે છે.
આ પણ વાંચો : Exclusive - Scoop : મલ્હાર ઠાકરને કેવી રીતે મળ્યો હંસલ મેહતા સાથે કામ કરવાનો મોકો?
સ્ટ્રેસ ન લેવાની આપતા હતા સલાહ, પોતે પણ નહોતા લેતા સ્ટ્રેસ
તો, પરિવારવાળા પણ તેમના મોતના સમાચાર સાંભળીને દુઃખી છે. પરિવારજનોનું કહેવું છે કે લોકોને સ્ટ્રેસ ન લેવાની સલાહ આપનારા ડૉક્ટર ગૌરવ ગાંધીને હાર્ટ અટેક કેવી રીતે આવી શકે છે. જણાવવાનું કે હાર્ટ અટેક એક સાઇલેન્ટ કિલર છે. આ પહેલા પણ અનેક એવા વીડિયો સામે આવી ચૂક્યા છે, જેમાં જોવામાં આવ્યું છે કે ચાલતાં-ફરતાં, નાચતાં-ગાતાં લોકોનું એકાએક હાર્ટ અટેકને કારણે મોત થઈ ચૂક્યું છે.