ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં ૨૬ અને ૨૭ ડિસેમ્બરે હળવો વરસાદ પડવાની આગાહી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એક તરફ ઠંડાગાર પવનો અને બીજી તરફ હાડ થીજવતી ઠંડીમાં ઠૂઠવાઈ રહેલા ગુજરાતના લોકોને ચોમાસાની ઋતુનો પણ અનુભવ ભરશિયાળે થશે એવું લાગે છે. ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૬ અને ૨૭ ડિસેમ્બરે હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
૨૬ ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા તેમ જ મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં તેમ જ જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં; જ્યારે ૨૭ ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.