ઊંઝા APMCમાં પરિવર્તનનો પવન, 25 વર્ષ બાદ વિકસ પેનલનો વિજય
ઊંઝા APMCમાં સતા પરિવર્તન
ઊંઝા માર્કેટિંગ યાર્ડ પર કોનો કબજો થશે તે હવે ધીમે-ધીમે સ્પષ્ટ થવા લાગ્યું છે. જેમાં ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના સમર્થકની વિકાસ પેનલ અને પૂર્વ ધારાસભ્યના પુત્ર ગૌરાંગ પટેલની વિશ્વાસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો અને તેમાં આશા પટેલના સમર્થક વિકાસ પેનલની જીત થઈ છે.
ભાજપ વર્સિસ ભાજપનો છે જંગ
ઊંઝા એપીએમસીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ છે. ઊંઝા જીરુંની નિકાસ કરતી એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. સાથે તેમાં ઈસબગુલ અને મસાલાઓનું પણ મોટા પાયે વેચાણ થાય છે. આ એપીએમસીનું ટર્ન ઑવર 4, 000 કરોડથી પણ વધારે છે.
ઊંઝા APMCમાં જંગ વર્તમાન ચેરમેન ગૌરાંગ પટેલ અને તેની વિશ્વાસ પેનલ જ્યારે વિકાસ પેનલના ઉમેદવાર દિનેશ પટેલ હતા. ગૌરાંગ પટેલ ભાજપના કદાવર નેતા નારાયણ પટેલના પુત્ર છે. જેમનો છેલ્લા 25 વર્ષથી APMC પર કબજો હતો. જ્યારે દિનેશ પટેલ કે સી પટેલના નજીકના છે. કે સી પટેલ ભાજપના જનરલ સેક્રેટરી છે. એટલે એક રીતે ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો. જેમાં વિકાસ પેનલની જીત થઈ છે.