ગુજરાત (Gujarat): સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે એક પરિવારમાં થયેલા ઝગડા દરમિયાન પાંચ વર્ષીય બાળક અને તેના પિતા સહિત ત્રણ જણના મોત થયા છે. પોલીસે આ માહિતી આપી છે.
Crime News
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat): સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે એક પરિવારમાં થયેલા ઝગડા દરમિયાન પાંચ વર્ષીય બાળક અને તેના પિતા સહિત ત્રણ જણના મોત થયા છે. પોલીસે આ માહિતી આપી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે રમેશ બોબાડિયાએ કહેવાતી રીતે લલ્લૂ ગામર તેમજ તેમના દીકરા કલ્પેશની હત્યા કરી દીધી અને પછી ગામરના ભાઈએ કહેવાતી રીતે બોબાડિયાની હત્યા કરી દીધી.
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિકારી વિશાલકુમાર વાઘેલાએ કહ્યું કે ત્રિપલ મર્ડરકેસ પોશિના તહેસીલના અજવાસ ગામડામાં થયું છે. નિકટવર્તી જિંજનાત ગામનો રહેવાસી બોબાડિયા ગામની બહેનનો દિયર હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે શરૂઆતની તપાસ પ્રમાણે બોબાડિયા બુધવારે સાંજે ગામરના ગામડે પહોંચ્યો હતો અને જમ્યા બાદ રાતે ત્યાં જ રોકાઈ ગયો હતો.
ADVERTISEMENT
ગામર, તેનો દીકરો કલ્પેશ અને બોબાડિયા ઘરની બહાર સૂઈ રહ્યા હતા. અધિકારીએ કહ્યું, "સવારે જ્યારે તે બધા સૂઈ રહ્યા હતા, ત્યારે બોબાડિયા ઉઠ્યો અને કહેવાતી રીતે ગામરના માથે કુહાડીના ઘા કર્યા, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું. ત્યાર બાદ તેણે ગામરના દીકરાની કહેવાતી રીતે હત્યા કરી દીધી." ગામરની પત્નીઓ હોબાળો કર્યો અને ગામરના ભાઈ મકનાભાઈ અને અન્ય ગ્રામજનોને ઘટનાસ્થળે બોલાવ્યા. વાઘેલાએ કહ્યું, "પછી ગામરના ભાઈ સાથે મારામારી દરિમયાન હુમલાવર (બોબાડિયા)નો જીવ ગયો. અમે હત્યાનો કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે."
આ પણ વાંચો : Mumbaiથી ગોરખપુર જતી મહિલા પ્રવાસીની વિમાનમાં બગડી તબિયત, મોત
તેમણે કહ્યું કે પોલીસ હજી એ તપાસમાં લાગેલી છે કે બોબાડિયાએ ગામર તેમજ તેના દીકરા પર કહેવાતી રીતે જીવલેણ હુમલો કેમ કર્યો. અન્ય એક અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી આ મામલે કોઈની ધરપકડ થઈ નથી.