Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Surat Fire:તક્ષશિલા આગમાં 19થી વધુના મોત, તપાસના આદેશ અપાયા

Surat Fire:તક્ષશિલા આગમાં 19થી વધુના મોત, તપાસના આદેશ અપાયા

Published : 24 May, 2019 06:06 PM | Modified : 24 May, 2019 08:34 PM | IST | સુરત

Surat Fire:તક્ષશિલા આગમાં 19થી વધુના મોત, તપાસના આદેશ અપાયા

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગ

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગ


સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં મોડી સાંજે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તક્ષશિલા આર્કેડમાં મોડી સાંજે ભયંકર આગ ફાટી નીકળી હતી, જેને કારણે ક્લાસિસમાં ભણતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ફસાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે બચવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ પાંચમા માળેથી છલાંગ લગાવી હતી.


આગને કારણે 15 જેટલા વિદ્યાર્થીઓના મોત નીપજ્યા તો છલાંગ લગાવવાને કારણે ચારના મોત નીપજ્યાં હતાં. જ્યારે આગના કારણે અંદર અન્ય વિદ્યાર્થીઓના ભડથા થઈ ગયાં હતાં. આમ કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે. જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.



સ્થાનિકોનો આરોપ


ઘટનાને નજરે નિહાળનાર સ્થાનિકોનો આરોપ છે કે આગ લાગ્યાનો કોલ મળ્યાં બાદ ફાયરબ્રિગેડ અડધો કલાક કરતા વધુ સમયે પહોંચ્યું. સ્થાનિકોનો દાવો છે કે ફાયરબ્રિગેડ આવી ગયું તેમ છતાંય તેમની પાસે પૂરતા સાધનો નહોતા.

આ રહી યાદી. આ હોસ્પિટલમાં બાળકોને દાખલ કરાયા છે.


SURAT FIRE

સુરત આગ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ પણ સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી છે. જે. પી નડ્ડાએ સુરતની આગના ઈજાગ્રસ્તોની સારવાર માટે દિલ્હી એઈમ્સ તૈયાર હોવાની ખાતરી આપી છે.

 A team of doctors from burn & trauma department of AIIMS Delhi has been constituted and put on alert. https://t.co/sM2Wn1gJ1n

મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતના ટ્યુસન ક્લાસિસ ઘટનાની મુલાકાત લેવા માટે સુરત જવા માટે રવાના થયા છે. ટૂંક સમયમાં સીએમ વિજય રૂપાણી ઘટના સ્થળે પહોંચશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સુરતની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ સુરતમાં આગની ઘટના પર ટ્વિટ કરીને કહ્યું છે કે ગુજરાતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરું છું. પીડિત પરિવારો પ્રત્યે શોક અને સંવેદના વ્યક્ત કરું છું.

 

સિનિયર આઈએએસ મુકેશ પુરીને તપાસ સોંપાઈ. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું પોલીસ કમિશનર આ અંગે ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે. 

 

સુરતમાં તક્ષશિલા ઈમારતમાં લાગેલી ભીષણ આગ મામલે તંત્ર દોડતું બન્યું છે. સુરતના સાંસદ દર્શનબહેન જરદોષ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. બીજી તરફ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારે તપાસના આદેશ આપી દીધા છે.  

SURAT FIRE

બીજી તરફ લેટેસ્ટ અપડેટ સામે આવી છે કે હાલ આગ લાગી તે ફ્લોર પરથી બાકીના તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે. ફાયરબ્રિગેડના સ્ટાફે આખા ફ્લોરને ક્લિયર કરી દીધો છે. હવે આગ લાગી તે ફ્લોર પર કોઈ નથી. 

ચોંકાવનારી વાત એ છે કે પાંચમાં માળે લાગેલી આગથી બચવા માટે કેટલાક બાળકોએ ટોપ ફ્લોર પરથી કૂદવાનો નિર્ણય લીધો. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે કૂદવાને કારણે 4 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે.

CM વિજય રૂપાણીએ સુરતની દુર્ઘટના પર ટ્વિટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. 

 

શહેરના તક્ષશિલા કૉમ્પલેક્સમાં આગ લાગી છે. જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયા છે. ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટના સ્થળે છે.વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.



સરકારે કરી સહાયની જાહેરાત
સરકારે મૃતકોના પરિવારને ચાર 4 લાખની સહાયની જાહેરાત કરી છે. અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરથાણામાં આવેલા આ ક્લાસીસમાં આગની ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચના CMએ આપી છે. મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. મળતા અહેવાલો પ્રમાણે કુલ 40 બાળકો ટ્યુશન સેન્ટરમાં હાજર હતા. ઘટનામાં ફસાયેલા બાળકોને બચાવી હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હજી સુધી આગના કારણની જાણકારી નથી મળી.

જીવ બચાવવા લગાવી છલાંગ
ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી ત્યારે બાળકો ભણી રહ્યા હતા. આગ લાગતા જ બાળકોએ જીવ બચાવવા માટે ચોથા માળેથી બારીમાંથી છલાંગ લગાવી. જેના કારણે 15નાં મોત થઈ ગયા. આ આંકડો વધવાની શક્યતા છે. આગમાં ફસાયેલા અનેક બાળકોને મૃતદેહ હજુ સુધી કોમ્પલેક્સમાં જ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2019 08:34 PM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK