ગુજરાતમાં સિઝનનો 78% વરસાદ ખાબક્યો, 27 ડેમ છલકાયા
સરદાર સરોવર ડેમ
Ahmedabad : છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો આ વખતે ચોમાસુ મોડુ પડ્યું હતું. પરંતુ અત્યારે મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યું છે. જો ૧૫ જૂનથી શરૂ થયેલા ચોમાસામાં શનિવાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 78 % થયો હોવા છતાંયે સિંચાઈ અને પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા 77 ડેમમાં નવુ પાણી આવ્યુ નથી. સરદાર સરોવરમાં સંગ્રહ ક્ષમતાના 75.77 % પાણીનું સ્તર જાળવી રાખીને હાલમાં નર્મદામાં પાણી છોડવામાં આવી રહ્યુ છે પરંતુ, આ યોજના પછી ગુજરાતમાં સૌથી મોટી ધરોઈ સિંચાઈ યોજનામાં માત્ર 20.94 %, સીપુમાં 10 %, હાથમતીમાં 12.18 % એમ 17 મોટા ડેમ પૈકી 7 માં 20 %થી પણ ઓછા પાણીનો સંગ્રહ થઈ શક્યો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં 204 ડેમમાંથી 27 ડેમ છલકાયા
સૌરાષ્ટ્રમાં કડાણા, ઉકાઈ, સુખી, પાનમ જેવા ડેમમાં પાણીઓ આવક વધતા દરવાજા ખુલ્લા મુકી દેવાયા છે. આમ, ગુજરાતમાં કુલ 204 ડેમ પૈકી 100% ભરાયેલા 17 સહિત 27 ડેમમાં જળબંબાકાર હોવાનું રાજ્ય સરકારે દૈનિક પૂર અહેવાલમાં નોંધ્યુ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર 10મી ઓગસ્ટ સુધીમાં આ વર્ષે 634.82 મી.મી. અર્થાત 26.4 ઈંચ વરસાદ થયો છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ગતવર્ષની તુલનામાં આ વર્ષે ચોમાસુ સારૂ હોવા છતાંયે રાજ્યના 251માંથી 15 તાલુકાઓમાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ છે. દક્ષિણ- મધ્ય ગુજરાતમાં સાંબેલાધાર પછી મેઘ સવારી સૌરાષ્ટ્ર- કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તરફ આગળ વધી રહી હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ જુઓ : Ahmedabad: મેગાસિટી બન્યું ‘મેઘા’સિટી, ધોધમાર વરસાદથી જળબંબાકાર
વિસ્તાર ડેમની સંખ્યા કુલ વરસાદ
ઉ.ગુજરાત 15 18.09%
મ.ગુજરાત 17 80.21%
દ.ગુજરાત 13 72.96%
કચ્છ 20 22.84%
સૌરાષ્ટ્ર 139 25.51%
સરદાર સરોવર 1 75.57%
કુલ વરસાદ 205 65.00%