ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ GSEB ધોરણ 10માનું પરિણામ જાહેર (Gujarat SSC Result Declare)કર્યું છે. જાણો કેવી રીતે ચેક કરવું પરિણામ...
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ GSEB ધોરણ 10માનું પરિણામ જાહેર (Gujarat SSC Result Declare)કર્યું છે. જે વિદ્યાર્થીઓ 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન યોજાયેલી પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ સત્તાવાર વેબસાઇટ gseb.org GSEB SSC પરિણામ લિંક 2023 પર તેમનો સીટ નંબર દાખલ કરીને પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.
ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું કુલ પરિણામ 64.62 ટકા જાહેર થયું છે. જો ગત વર્ષ સાથે સરખામણી કરીએ તો આ વર્ષો 0.56 ટકા પરિણામ ઘટ્યું છે. ગત વર્ષે એટલે કે 2022માં 65.18 ટકા પરિણામ જાહેર થયું હતું.
ADVERTISEMENT
રાજ્યમાં કુલ 7,41,411 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 4,74,893 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. સૌથી ઉત્તમ ટકાવારી સુરત જિલ્લામાં આવી છે. સુરત જિલ્લાનું પરિણામ 76.45 ટકા આવ્યું છે. જ્યારે કે સૌથી નબળું પ્રદર્શન દાહોદ જિલ્લામાં રહ્યું છે. આ વર્ષે પણ છોકરીઓની મહેનત ફળ લાવી, વિદ્યાર્થીનીઓનું પરિણામ 70.62 ટકા આવ્યું છે.
આ પણ વાંચો: CBSE Result: ધોરણ 12નું 87.33 ટકા પરિણામ જાહેર, છોકરીઓએ મારી બાજી
272 શાળાઓ એવી છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. જોકે, આ આંકડો પણ ગત વર્ષની સરખામણીએ ઘટ્યો છે. જ્યારે 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 157 છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં એક પણ કોપીકેસ નોંધાયો નહોતો. પર દુ:ખની વાત એ છે કે આપણી માતૃભાષા ગણાતી ગુજરાતીના વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકશે. પરીક્ષાના બેઠક ક્રમાંક(Seat Number)દ્વારા વિદ્યાર્થીઓ આ નંબર 6357300971 પર પરિણામ જોઈ શકે છે.
GSEB 10મું પરિણામ 2023 આ રીતે જુઓ
- સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- હોમપેજ પર SSC પરિણામ લિંક પર ક્લિક કરો.
- તમારા ઓળખપત્રો દાખલ કરો અને લોગિન કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- તેને ડાઉનલોડ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે તમારી સાથે હાર્ડ કોપી રાખો.