Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના લોથલમાં બનશે ભારતનું પહેલું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, જાણો શું છે વિશેષતા

ગુજરાતના લોથલમાં બનશે ભારતનું પહેલું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, જાણો શું છે વિશેષતા

Published : 17 October, 2024 02:55 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat’s Lothal NMHC: NMHCના નિર્માણના પહેલા તબક્કા હેઠળ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે જેને રૂ. 200થી વધુ કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને તે વિશ્વનું સૌથી ઊંચું `લાઇટહાઉસ મ્યુઝિયમ` હશે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI


ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) ના (Gujarat’s Lothal NMHC) નિર્માણ કામને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) નો શિલાન્યાસ માર્ચ 2019માં કરવામાં આવ્યો હતો અને તેનું કામ પૂર્ણ થાય બાદ તે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ કોમ્પ્લેક્સ બનશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. દરેક તબક્કો મુલાકાતીઓના અનુભવ અને શૈક્ષણિક પ્રભાવને વધારવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.


NMHCનો તબક્કો 1A હાલ પ્રગતિ માર્ગે છે, જેમાં 60 ટકાથી વધુ કામ પૂર્ણ થયું છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનૂ સમાવેશ હોવાનો છે. આ મ્યુઝિયમ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત કરવામાં આવશે, અને તે દેશનું સૌથી મોટું મ્યુઝિયમ (Gujarat’s Lothal NMHC) હશે તેવી અપેક્ષા છે. આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકૉપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શનમાં રાખવામાં આવશે. તબક્કા 1Aમાં પ્રાચીન લોથલ ટાઉનશીપનું મોડેલ, એક ઓપન એક્વેટિક (જળચર) ગેલેરી અને જેટ્ટી વોકવેનો સમાવેશ કરવામાં આવશે. અંદાજે રૂ. 1,238.05 કરોડના ખર્ચ સાથે આ તબક્કા હેઠળનું કાર્ય વર્ષ 2025માં પૂર્ણ થવાની આશા છે. આ માટે મુખ્ય બંદરો, સંરક્ષણ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયના યોગદાન દ્વારા ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું છે.



આ સાથે તબક્કા 1Bમાં, NMHC મ્યુઝિયમમાં (Gujarat’s Lothal NMHC) વધુ આઠ ગેલેરીઓ તેમજ એક લાઇટહાઉસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમને વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ બનાવવાની યોજના છે જેમાં એક બગીચા કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે, જેમાં લગભગ 1,500 વાહનો માટે પાર્કિંગ, એક ફૂડ હોલ અને મેડિકલ સેન્ટર હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમનો અંદાજિત ખર્ચ રૂ. 266.11 કરોડ છે, જે માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ લાઇટહાઉસ એન્ડ લાઇટશિપ્સ (DGLL) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. NMHCના આ બીજા તબક્કામાં, દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિશેષ પેવેલિયન બનાવવામાં આવશે. તેમાં સમુદ્રની થીમ પર બનાવેલા ઇકો ફ્રેન્ડલી રિસોર્ટ અને ‘મ્યુઝ્યોટેલ’ બનાવવામાં આવશે જે મ્યુઝિયમ અને હોટલને જોડશે. મુલાકાતીઓ લોથલના પ્રાચીન શહેરની ઝલક મેળવી શકશે. ચાર થીમ પાર્ક સાથે એક મેરીટાઇમ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલ બનાવવામાં આવશે. ચાર થીમ પાર્કમાં મેરીટાઇમ એન્ડ નેવલ, ક્લાઈમેટ ચેન્જ, મોન્યુમેન્ટ્સ અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે. આ તમામ થીમ પાર્ક લોકોને દરિયાઈ વારસા વિશે વધુ માહિતગાર કરશે.


કેબિનેટે એક વ્યૂહાત્મક યોજના બનાવીને NMHC પ્રોજેક્ટના આગામી તબક્કાઓની કામગીરીને પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે. આ તબક્કાઓને સ્વૈચ્છિક દાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે, અને તેમની પ્રગતિ પર્યાપ્ત ભંડોળ એકત્ર કરવા પર નિર્ભર રહેશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગોના મંત્રીશ્રીના (Gujarat’s Lothal NMHC) નેતૃત્વમાં એક વિશેષ સોસાયટી દ્વારા આ તબક્કાઓની કામગીરીનું સંચાલન કરવામાં આવશે. NMHCના વિકાસથી 15 હજાર પ્રત્યક્ષ અને સેટ હજાર લોકોને રોજગારી મળવાની શક્યતા છે. આર્થિક વૃદ્ધિને આગળ વધારવાની સાથોસાથ, તેનાથી સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ, સંશોધકો, વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણીય જૂથો અને વ્યવસાયોને ફાયદો થશે. લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) એ ભારતના દરિયાઈ વારસાને સન્માનિત કરવા અને જાળવવા માટેનો આ એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2024 02:55 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK