ભ્રષ્ટાચાર કરીને તેમણે અપ્રમાણસર મિલકતો વસાવી હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે.
એસ. કે. લાંગા
ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક સમયના કલેક્ટર એસ. કે. લાંગા સામે પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થયા બાદ કેટલાક સમયથી તેઓ પોલીસથી બચતા રહેલા હતા, પરંતુ ગઈ કાલે તેમને ગુજરાત-રાજસ્થાન બૉર્ડર પરથી ગાંધીનગર પોલીસે ઝડપી લીધા હતા.
ગાંધીનગરના કલેકટર તરીકે એસ. કે. લાંગા કાર્યરત હતા એ દરમ્યાન તેમણે પોતાની ફરજનો દુરુપયોગ કરીને જમીન મહેસૂલી કેસોમાં તેમ જ જમીન સંદર્ભે કેટલાક ચોક્કસ લોકોને ફાયદો થાય એ પ્રકારે નિર્ણય કર્યા હોવાનું તેમ જ જમીનના એન.એ., નવી શરત-જૂની શરત, ખરીદ-વેચાણના સંદર્ભે સરકારમાં ભરવાની થતી રકમ નહીં ભરાય એ રીતે નિર્ણયો કરીને આર્થિક લાભ કરાવ્યા હોવાની ગાંધીનગર પોલીસમાં ફરિયાદ થઈ છે. ભ્રષ્ટાચાર કરીને તેમણે અપ્રમાણસર મિલકતો વસાવી હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે.