એક પેડ માં કે નામ અંતર્ગત ગુજરાતમાં ૧૭ કરોડથી વધુ વૃક્ષારોપણ થયું : પહેલો નંબર ઉત્તર પ્રદેશનો છે
પ્રતીકાત્મક તસવીર
‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ગુજરાતમાં ૧૭ કરોડથી વધુ વૃક્ષારોપણ થતાં દેશમાં ગુજરાત વૃક્ષારોપણમાં બીજા ક્રમે આવ્યું છે.
ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન મૂળુ બેરાએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૨૪ની પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જે અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં ફેબ્રુઆરી ૨૦૨૫ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ ૧૭.૩૨ કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને ગુજરાતના ગ્રીન કવરમાં વધારો કરવાનો કીર્તિમાન કર્યો છે. ઉત્તર પ્રદેશ ૩૯.૫૧ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશનાં ૩૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે રેકૉર્ડ સ્થાપ્યો છે.’

