નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે : ગુજરાત પોલીસ
સ્વામિ નિત્યાનંદ
સ્વામી નિત્યાનંદના અમદાવાદમાં આશ્રમ સંબંધી ગુનાહિત કેસ નોંધાયા બાદ તેમના બે અનુયાયીઓને રિમાન્ડ પર લઈ ગુજરાત પોલીસ નિત્યાનંદ વિરુદ્ધ નક્કર પુરાવા ભેગા કરી રહી હોવાથી તેઓ દેશ છોડીને ભાગી ગયા હોવાનું પોલીસ અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.
આ વિવાદાસ્પદ ગુરુ વિરુદ્ધ બુધવારે બે બાળકોનું અપહરણ કરી તેમને ગેરકાયદે કેદ કરી રાખી તેમની પાસે પોતાના અનુયાયીઓ પાસેથી દાન વસૂલ કરવાનું કામ કરાવતા હોવાનો ગુનો નેંધાયો હતો. જો સ્વામી નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયા હશે તો યોગ્ય રીતે પ્રયાસ કરી ગુજરાત પોલીસ તેમની કસ્ટડી મેળવશે. કર્ણાટકમાં તેમની સામે બળાત્કારનો આરોપ મુકાયા બાદ તેઓ દેશ છોડીને ભાગી ગયા છે.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
સ્વામીની બે શિષ્યાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વની અપહરણ અને ગેરકાયદે કેદ કરવાના ગુનાસર ધરપકડ કરવામાં આવી હતી તથા ગ્રામીણ કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ પર રાખવાના આદેશ આપ્યા હતા.