ભાજપનો ગઢ કહેવાતા ગુજરાતમાં ભાજપ (Gujarat Bhajap) નેતાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. વાપી(Vapi)માં બીજેપી નેતા શૈલેષ પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
ભાજપનો ગઢ કહેવાતા ગુજરાત (Gujarat)માં ધોળા દિવસ ભાજપ નેતાની હત્યા થઈ છે. રાતા ગામમાં ભાજપના નેતા શૈલેષ પટેલ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વલસાડ(Valsad)ના વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની હત્યાથી સૌકોઈને આઘાત લાગ્યો છે. બીજેપી નેતા શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતા તે દરમિયાન બે અજાણવ્યા શખ્સોએ બાઈક પર આવીને તેમના પર ગોળીબાર કર્યો હતો. જેમાં નેતાનું મોત થયું હતું. ફાયરિંગ બાદ હત્યારાઓથી ફરાર થઈ ગયા હતા.
આ હત્યા જુની અદાવતમાં થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે CCTVના આધારે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે પરિવારમાં અને ભાજપ નેતાના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
શૈલેષ પટેલ પરિવારના સભ્યો સાથે કારમાં મંદિરે જઈ રહ્યાં હતાં. તે સમયે કેટલાક અજાણ્યા શખ્સો બાઈક પર સવાર થઈને આવ્યાં હતાં. શૂટર્સે ભાજપ નેતાને ગોળી મારી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. શૈલેષ પટેલ પર ફાયરિંગ કર્યા બાદ શૂર્ટસ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતાં. આ હત્યા જુની અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajasthanના હનુમાનગઢમાં એરફોર્સનું Mig-21 વિમાન ક્રેશ, એક ગ્રામીણનું મોત
હત્યારાઓએ બીજેપી નેતા પર 3 વાર ગોળી ચલાવી હતી. શૈલેષ પટેલ કંઈ સમજે તે પહેલાં જ તેના પર જીવલેણ હુમલો કરી દીધો. ગોળી વાગતા જ શૈલેષ પટેલ ત્યાં ઢળી પડ્યા હતાં. પત્ની શૈલેષ પટેલને લોહીલુહાણ હાલતમાં જોઈ બુમાબુમ કરવા લાગ્યા હતાં. ત્યારે બાદ બીજેપી નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. જયાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ આ ઘટના મામલે તપાસ કરી રહી છે. હાલ તો જુની અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ ઘટના પાછળનું નક્કર વાસ્તવિકત કારણ શું છે એ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.