ગુજરાત (Gujarat)ના પોરબંદર(Porbandar)માં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. તેણે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ સાથે સંબંધિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat)ના પોરબંદર(Porbandar)માં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. તેણે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ સાથે સંબંધિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ લોકો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના સંપર્કમાં હતા. અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે.
વિદેશી નાગરિકોની પણ સંડોવણી
ATSનું કહેવું છે કે વિદેશી નાગરિકો સહિત ચારેય ISISના સક્રિય સભ્યો છે અને તેમના કબજામાંથી ઘણી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય જણા સરહદ પારના માસ્ટરોના કહેવાથી કટ્ટરપંથી વિચારધારામાં જોડાયા હતા. એક અહેવાલ મુજબ પોરબંદરમાંથી પકડાયેલા ચાર લોકોમાં સુરતની એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તેનું નામ સુમેરા જણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, ઘણા દિવસોથી આતંકી ગતિવિધિઓની માહિતી મળી રહી હતી. આ માટે એટીએસની ખાસ ટીમ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી.
પૂછપરછ ચાલુ છે
ATS અધિકારીઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમની સાથે કોઈ સ્થાનિક વ્યક્તિ સંપર્કમાં હતી કે કેમ, તેઓ ગુજરાતમાં ક્યારથી રહેતા હતા, તેમનો હેતુ શું હતો? વિદેશી નાગરિક કયા દેશનો રહેવાસી છે, અધિકારીઓએ હજુ સુધી તેનો ખુલાસો કર્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે ચારેય પાસેથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.
આ પણ વાંચો: રથયાત્રાને લઈને અમદાવાદમાં કૉમ્બિંગ હાથ ધરાયું
સુરત ગ્રામ્યના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપે કામરેજ પોલીસ-સ્ટેશન વિસ્તારના નવા પારડી ગામથી ગાંજાનું વેચાણ કરતા ભાવેશ મકવાણાને તેના બગીચામાંથી ૨૪,૪૭,૪૦૦ની કિંમતના ૨૪૪.૭૪૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે નવા પારડી ગામની સીમમાં આવેલા થોરોલી ફળિયામાં રહેતા ભાવેશ મકવાણાના ઘરની પાછળના ભાગમાં આવેલા બગીચામાં મૂકેલી લોખંડની પેટીમાંથી ગેરકાયદે પરમિટ વગરના ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો અને ભાવેશને પકડી લીધો હતો. આ કેસમાં માલ આપનાર અને વેચનાર સુરતના અમરોલીમાં રહેતો કાલુ અને તેનો માણસ વૉન્ટેડ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ ગઈ કાલે જણાવ્યું હતું કે એણે ૫૫૫૧ કરોડ રૂપિયાથી વધુ રકમના ફૉરેન એક્સચેન્જ કાયદાના કથિત ભંગ બદલ ચાઇનીઝ મોબાઇલ ફોન મૅન્યુફૅક્ચરર શાઓમીની ઇન્ડિયન કંપની, એના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર અને ડિરેક્ટર સમીર બી. રાવ તેમ જ ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર મનુકુમાર જૈન અને ત્રણ ફૉરેન બૅન્કોને શો-કૉઝ નોટિસ ઇશ્યુ કરી છે. ઈડીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ઑથોરિટીએ શાઓમી ટેક્નૉલૉજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બે એક્ઝિક્યુટિવ્ઝ, સિટી બૅન્ક, એચએસબીસી બૅન્ક અને ડોયચ બૅન્કને નોટિસ આપી છે.