Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat: અમિત ચાવડા ધારાસભ્ય દળના નેતા બન્યા, જાણો ઉપ નેતા કોણ?

Gujarat: અમિત ચાવડા ધારાસભ્ય દળના નેતા બન્યા, જાણો ઉપ નેતા કોણ?

Published : 17 January, 2023 07:22 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં કૉંગ્રેસે મંગળવારે અમિત ચાવડાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અમિત ચાવડા

અમિત ચાવડા


ગુજરાતમાં કૉંગ્રેસે મંગળવારે અમિત ચાવડાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય શૈલેશ પરમાર ઉપ નેતા બનાવવામાં આવ્યાં છે. અમિત ચાવડા આ પહેલા ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ રૂપમાં કાર્ય કરી ચૂક્યા છે. આ જાણકારી અખિલ ભારતીય કૉંગ્રેસ કમેટીના મહાસચિવ કે.સી.વેણુગોપાલ દ્વારા ગુજરાત એકમના પ્રમુખ જગદીશ ઠાકોરના લખેલા એક પત્રમાંથી સામે આવી છે. 


નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા સચિવાલયે હાલમાં કૉંગ્રેસે 19 જાન્યુઆરી પહેલા સદનમાં પોતાના નેતા નિયુક્ત કરવા કહ્યું હતું. 



46 વર્ષીય અમિત ચાવડા મધ્ય ગુજરાતના આણંદ જિલ્લમાંથી પાંચ વખતથી ધારાસભ્ય છે. તેમણે 2018 અને 2021 વચ્ચે રાજ્ય એકમના કૉંગ્રેસ અઘ્યક્ષના રુપમાં કાર્ય કર્યુ. ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં અમિત ચાવડાએ આણંદની અકલાવ સીટ પર જીત હાંસિલ કરી છે. આ ચૂંટણીમાં તેમણે ભાજપ ગુલાબસિંહ પાઢિયારને હરાવ્યાં હતાં. 


આ પણ વાંચો: Corona Vaccine: શું કોરોના રસીની થઈ શકે છે સાઈડ ઈફેક્ટસ? સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું આવું?

બીજી તરફ ગૃહમાં ઉપનેતા બનેલા શૈલેષ પરમારની વાત કરીએ તો તેઓ ગયા વર્ષે અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી ચોથી ચૂંટણી જીત્યા હતા. અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર પરમારે ભાજપના નરેશ વ્યાસને હરાવ્યા હતા.


ગયા મહિને 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપે 156 બેઠકો જીતી હતી. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ 17 બેઠકો સાથે બીજા ક્રમે છે. આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી, જ્યારે ત્રણ બેઠકો અપક્ષને ગઈ હતી. બાકીની એક બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી હતી.

 

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 07:22 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK