Gujarat Murder Mystery: દીકરીનો પ્રેમી મૃતક મહિલા એટલે કે તેની માનો પણ પ્રેમી હતો એવામાં બન્ને એક જ વ્યક્તિને પ્રેમ કરવા માંડી હતી. જ્યારે મૃતક મહિલાએ આનો વિરોધ કર્યો તો આરોપી દીકરીએ પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી દીધી.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
Gujarat Murder Mystery: દીકરીનો પ્રેમી મૃતક મહિલા એટલે કે તેની માનો પણ પ્રેમી હતો એવામાં બન્ને એક જ વ્યક્તિને પ્રેમ કરવા માંડી હતી. જ્યારે મૃતક મહિલાએ આનો વિરોધ કર્યો તો આરોપી દીકરીએ પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી દીધી.
ગુજરાત પોલીસે એક મહિલાની હત્યાનો કોયડો ઉકેલતા જે માહિતી આપી છે, તે મા-દીકરીના પવિત્ર સંબંધને શરમાવે તેવી છે. એક સગીર દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાની જ માતાની હત્યા કરવાનો ઘોર ષડયંત્ર રચ્યો. પોલીસ પ્રમાણે, દીકરીનો પ્રેમી મૃતક મહિલા એટલે કે તેની માનો પણ આશિક હતો. એવામાં બન્ને એક જ વ્યક્તિને પ્રેમ કરવા માંડી હતી. જ્યારે મૃતક મહિલાએ આનો વિરોધ કર્યો તો આરોપી દીકરીએ પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી દીધી.
ADVERTISEMENT
મૃતક મહિલાની ઓળખ લક્ષ્મી ભટ્ટ તરીકે થઈ છે. તેનો મૃતદેહ જુલાઈમાં કચ્છમાં સમુદ્રના કિનારે પડેલો મળ્યો હતો. મૃતદેહને અડધો-અધૂરો દાટવામાં આવ્યો હતો. જિલ્લાના કોઈપણ પોલીસ સ્ટેશનમાં કોઇક મહિલાના ખોવાયાનો રિપૉર્ટ નોંધાવવામાં આવ્યો નહોતો. એવામાં મહિલાની ઓળખ કરી શકવી મુશ્કેલ હતી. ગુજરાત પોલીસે ઈન્ટેલિજેન્સ યૂનિટની મદદથી આખરે મહિલાની હત્યાનો કોયડો ઉકેલી લીધો.
મૃતક મહિલાના થયા હતા બીજા લગ્ન
પોલીસ પ્રમાણે, મૃતક મહિલા લક્ષ્મી ભટ્ટ પરિણીત હોવા છતાં યોગેશ જ્યોતિયાના નામની વ્યક્તિ સાથે સંબંધમાં હતી. તે પેશાવર પેન્ટર હતો. મહિલાના પતિનું નામ જિતેન્દ્ર ભટ્ટ હતું, જેની સાથે તેને સાત વર્ષ પહેલા બીજા લગ્ન કર્યાં હતાં. મહિલા તેની સાથે પોતાના પહેલા પતિ દ્વારા થયેલી 17 વર્ષીય સગીર દીકરી સાથે રહેતી હતી. મહિલાના યોગેશ સાથેના અફરેની માહિતી તે સગીર દીકરીને પણ હતી.
યોગેશ ઘણીવાર મહિલાના ઘરે આવતો હતો, આ દરમિયાન ધીમે-ધીમે તેના અને મહિલાની દીકરી વચ્ચે નિકટતા વધી ગઈ અને બન્ને વચ્ચે પ્રેમ-પ્રકરણ શરૂ થઈ ગયું. મહિલાની ગેરહાજરીમાં યોગેશ ઘણીવાર તેના ઘરે આવ્યા કરતો હતો. લક્ષ્મીને જ્યારે આ બધી વસ્તુઓ વિશે ખબર પડી તો તેણે યોગેશને ઘરે આવવાની ના પાડી દીધી અને દીકરીને પણ તેને મળવાની ના પાડી દીધી. આ વાતને લઈને મા-દીકરી બન્ને વચ્ચે ઝગડો પણ થયો.
દીકરીએ માના પ્રેમી સાથે મળીને રચ્યો ષડયંત્ર
ઘરમાં ઘણીવાર મા-દીકરી વચ્ચે આ વાતને લઈને ઝગડા થાય છે. જેના પછી દીકરીએ માની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. એક દિવસ બધાએ સમુદ્ર કિનારે ફરવાનો પ્લાન બનાવ્યો. યોજના પ્રમાણે ત્રણેય ત્યાં પહોંચ્યા આરોપી યોગેશનો એક મિત્ર પણ આ દરમિયાન સાથે હતો. તક જોઈને ધારદાર હથિયારથી મહિલાની હત્યા કરી દીધી અને મૃતદેહ અડધો-અધૂરો દાટીને ત્યાંથી ભાગી નીકળ્યા.
ગુજરાતની કચ્છ પોલીસે આ ક્રાઈમ મામલે સગીર દીકરી, તેના 37 વર્ષીય પ્રેમી યોગેશ જ્યોતિયાના અને તેના એક અન્ય સાથીને ધરબી લીધો છે. સગીરાને બાળસુધાર ગૃહમાં રાખવામાં આવી છે, તો બન્ને આરોપીઓને જેલ મોકલી દેવામાં આવ્યા છે.