Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છના અબડાસામાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર

કચ્છના અબડાસામાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર

Published : 31 July, 2024 08:06 AM | IST | Abdasa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાટણ જિલ્લાની પૌરાણિક કપિલા નદી અને બનાસકાંઠામાં રેલ નદીમાં પૂર

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ગુજરાતમાં ગઈ કાલે કચ્છના અબડાસામાં ચાર ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ પાટણ જિલ્લામાં બેથી ૪ ઇંચ જેટલો વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું.


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો અને પાટણમાં ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. પાટણમાં આનંદ સરોવર રોડ તેમ જ આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.  



પાટણ જિલ્લાની પૌરાણિક એવી કપિલા નદી તેમ જ બનાસકાંઠામાં રેલ નદીમાં પૂર આવતાં ધસમસતાં પાણી વહ્યાં હતાં. જિલ્લામાં પડેલા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયાં હતાં.
પાટણ જિલ્લાના લાખણી, ભાભર, સાંતલપુર, રાધનપુર તેમ જ કચ્છના માંડવીમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.


કચ્છમાં અબડાસા ઉપરાંત માંડવીમાં બે ઇંચથી વધુ તેમ જ ભચાઉ અને લખપતમાં પણ વરસાદ પડ્યો હતો.  

પાટણ અને કચ્છ ઉપરાંત દ્વારકા, સુરત, બનાસકાંઠા, ખેડા, મહેસાણા અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2024 08:06 AM IST | Abdasa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK