Gujarat Latest News: આજની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠામાંથી વાવ અને થરાદને અલગ કરીને નવો જિલ્લો બનાવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ નવા બનેલા જિલ્લાનું મુખ્ય મથક થરાદ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાતના સીએમ મુખ્ય પ્રધાન (ફાઇલ તસવીર)
નવા વર્ષ 2025ની શરૂઆત સાથે જ ગુજરાતની ભાજપ સરકાર (Gujarat Latest News) એક પછી એક નવા નિર્ણયો લઈ રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતને નવા વર્ષની ભેટ આપી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં સ્થાનિક લોકો લાંબા સમયથી વાવ-થરાદને અલગ જિલ્લો બનાવવાની માગ કરી રહ્યા છે. હવે રાજ્ય સરકારે આ અંગે વિચાર કરીને નવો જિલ્લો બનાવવાનો નિર્ણય લીધો છે. આજની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠામાંથી વાવ અને થરાદને અલગ કરીને નવો જિલ્લો બનાવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ નવા બનેલા જિલ્લાનું મુખ્ય મથક થરાદ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાતને નવા જિલ્લાની ભેટ મળી
ADVERTISEMENT
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Gujarat Latest News) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે જિલ્લાઓમાં વિભાજીત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્તમાન બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. વહીવટી અને ભૌગોલિક પડકારોને ઘટાડવા અને સરકારી સેવાઓને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે, જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવશે વાવ-થરાદ અને બનાસકાંઠા. વહીવટી, ભૌગોલિક અને આર્થિક સગવડતા સુનિશ્ચિત કરવા માટે, પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક તરીકે ચાલુ રહેશે અને થરાદ નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે.
View this post on Instagram
જાણો રાજ્ય સરકારનો નવો નિર્ણય
નવા જિલ્લાની રચના અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના (Gujarat Latest News) હાલના 14 તાલુકાઓમાંથી 8 તાલુકા અને 4 નગરપાલિકાનો નવા જિલ્લા વાવ-થરાદમાં સમાવેશ કરવામાં આવશે. હવે ગુજરાતમાં કુલ 34 જિલ્લા હશે. આ સાથે રાજ્ય સરકારે ગુજરાતની નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરિવર્તિત કરવાનો નિર્ણય પણ લીધો છે. જે બાદ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા વધીને 17 થઈ જશે.
હૃષીકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બન્ને જિલ્લામાં ગામડાઓ સરખા ભાગે વહેંચાયેલા છે, દરેક જિલ્લામાં 600 જેટલા ગામો છે અને વાવ-થરાદ જિલ્લાનું ક્ષેત્રફળ 6257 ચોરસ મીટર છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે (Gujarat Latest News) બનાસકાંઠા વિસ્તારના લોકોને વહીવટી, ભૌગોલિક અને નાણાકીય વગેરે બાબતોમાં વધુ સુગમતા પૂરી પાડવા માટે પાલનપુરને બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક અને થરાદને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક રાખવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં જ ઉત્તર ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાન (Gujarat Latest News) સરહદથી ૪૦ કિલોમીટર દૂર આવેલું બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાનું મસાલી ગામ દેશનું પહેલું સરહદી સોલર વિલેજ બન્યું છે. ૮૦૦ જણની વસ્તી ધરાવતા આ ગામનાં ૧૧૯ ઘરોનાં છાપરાં પર સોલર રૂફટૉપ લગાવી દેવામાં આવ્યાં છે અને એના દ્વારા રોજની ૨૨૫.૫ કિલોવૉટ વીજળી ઉત્પન્ન થતાં અને ૨૪ કલાક બિના રોકટોક વીજળી મળતાં ગામવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.