ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ પેપર લીક (Gujarat Paper Leak) થવાને કારણે જુનિયર ક્લાર્કની પોસ્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી છે.
પેપર કાંડ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ પેપર લીક (Gujarat Paper Leak) થવાને કારણે જુનિયર ક્લાર્કની પોસ્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી છે. આ પરીક્ષા આજે રાજ્યમાં 3,350 સ્થળોએ યોજાવાની હતી. 9 લાખ 50 હજારથી વધુ યુવાનો પરીક્ષા આપવાના હતા, પરંતુ અચાનક પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસે એકની ધરપકડ કરી હતી
આ કેસમાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ પછી સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. પુનઃ પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. પરીક્ષા રદ થવાથી લાખો યુવાનો નિરાશ થયા છે.હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મુંબઈમાં વરસાદની શક્યતા નહીંવત્
ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત એટીએસ છેલ્લા 3-4 દિવસથી પેપર લીક કેસ સાથે જોડાયેલા લોકો પર નજર રાખી રહી હતી. વડોદરામાંથી પ્રશ્નપત્રો સાથે 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.