અત્યાર સુધી એનું ટ્રેલર રિલીઝ કરવામાં નથી આવ્યું કે ફિલ્મનું માર્કેટિંગ પણ નથી કરવામાં આવ્યું
ફિલ્મનું પોસ્ટર
ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર આજે રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈ કોર્ટે ગઈ કાલે ટેમ્પરરી સ્ટે આપ્યો છે. આ ફિલ્મ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવશે એવી હિન્દુ ગ્રુપે કરેલી યાચિકા પર કોર્ટે ઍક્સ-પાર્ટી ઑર્ડર એટલે કે બીજી પાર્ટીને સાંભળ્યા વગર આપવામાં આવતો ચુકાદો આપ્યો હતો.
આમ તો આજે આ ફિલ્મ રિલીઝ થવાની હતી, પણ અત્યાર સુધી એનું ટ્રેલર રિલીઝ કરવામાં નથી આવ્યું કે ફિલ્મનું માર્કેટિંગ પણ નથી કરવામાં આવ્યું. જોકે સોશ્યલ મીડિયામાં છેલ્લા થોડા દિવસથી ‘બૉયકૉટ મહારાજ’ હૅશટૅગ ટ્રેન્ડિંગ છે. ગયા અઠવાડિયે બજરંગ દળના ગૌતમ રાવરિયાએ આ ફિલ્મના મેકર્સને પત્ર લખીને એને રિલીઝ કરતાં પહેલાં તેમને બતાવવાની માગણી કરી હતી.