ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો ૨૦૨૨ની ૧ જુલાઈની અસરથી તેમ જ બીજા ચાર ટકાનો વધારો ૨૦૨૩ની ૧ જાન્યુઆરીની અસરથી આપવાનો નિર્યણ ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે ગુજરાત સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.