Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં હવે બેસીને દારૂ પી શકાશે

ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં હવે બેસીને દારૂ પી શકાશે

Published : 23 December, 2023 09:35 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગિફ્ટ સિટી ખાતે કામ કરતા અધિકૃત કરાયેલા કર્મચારીઓ તેમ જ મુલાકાતીઓને લિકર સેવન માટે અપાઈ મુક્તિ : પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરી લેવાયો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલી ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ, અધિકારી તેમ જ અહીં અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને દારૂના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરાયો છે. આ નિર્ણયના પગલે હવે ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે.


ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગે જાહેરાત કરી છે કે ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ ગ્લોબલ ફાઇનૅન્શિયલ અને ટેક્નૉલૉજીનું હબ છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેક્નિકલ એક્સપર્ટ તેમ જ ગિફટ સિટી ખાતે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન ઍન્ડ ડાઇન ફૅસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય થયો છે. આ છૂટછાટ મુજબ ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ, માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ વાઇન ઍન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લિકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઑથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ, રેસ્ટોરાં અને ક્લબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લિકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે. ગિફ્ટ સિટી ખાતે આવેલી હોટેલ, ક્લબ અને રેસ્ટોરાં લિકરની બૉટલનું વેચાણ કરી શકશે નહીં. નશાબંધી અને આબકારી વિભાગ લિકર વિશે દેખરેખ તેમ જ નિયંત્રણની કામગીરી કરશે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2023 09:35 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK