Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat: પોતાની સાથે લગ્ન કરનાર ક્ષમા બિન્દુએ સેલિબ્રેટ કરી વેડિંગ એનિવર્સરી

Gujarat: પોતાની સાથે લગ્ન કરનાર ક્ષમા બિન્દુએ સેલિબ્રેટ કરી વેડિંગ એનિવર્સરી

Published : 11 June, 2023 02:20 PM | IST | Gujarat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનેક લોકો એવા નિર્ણય લેતા હોય છે જેને માનવા બધા માટે સરળ નથી હોતા. આવા જ નિર્ણય થકી આવા લોકો સમાજથી અલગ હોય છે. ક્ષમા બિંદુ પણ એક એવું જ નામ છે. ગુજરાતની (Gujarat) રહેવાસી ક્ષમા બિંદુએ (Khsama Bindu) એક વર્ષ પહેલા પોતાની સાથે જ લગ્ન કર્યાં.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


અનેક લોકો એવા નિર્ણય લેતા હોય છે જેને માનવા બધા માટે સરળ નથી હોતા. આવા જ નિર્ણય થકી આવા લોકો સમાજથી અલગ હોય છે. ક્ષમા બિંદુ પણ એક એવું જ નામ છે. ગુજરાતની (Gujarat) રહેવાસી ક્ષમા બિંદુએ (Khsama Bindu) એક વર્ષ પહેલા પોતાની સાથે (Sologamist) જ લગ્ન કર્યા હતા.


ગુજરાત(Gujarat)ની ક્ષમા બિંદુ (Kshama Bindu) આજે પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ (Wedding Anniversary) ઊજવી રહી છે. સામાન્ય રીતે લગ્નની વર્ષગાંઠ લોકો સાથે સેલિબ્રેટ કરે છે. કપલ એકબીજાને ગિફ્ટ્સ આપે છે. પણ અહીં પોતાની સાથે લગ્ન કરનારી ક્ષમા એકલી પોતાની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે.



લગ્નને એક વર્ષ પૂરું થયા બાદ ક્ષમાએ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા લોકોને જણાવ્યું. ક્ષમાએ એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેનું એકલા ચલો રે વાળું ટેટૂ પણ દેખાય છે. આ શબ્દ રબિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) દ્વારા લખવામાં આવેલી બંગાળી કવિતાના છે. આનો અર્થ એ થાય છે કે એકલા ચાલો.


હવે એનિવર્સરીનો વીડિયો શૅર કર્યા બાદ લોકો ક્ષમાને વધામણી આપી રહ્યા છે. વીડિયોને હજારો લોકોએ જોયો અને લાઈક પણ કર્યો છે. જણાવવાનું કે આ બિંદુ ભારતની એવી પહેલી મહિલા છે, જેણે પોતાની સાથે 24 વર્ષની ઊંમરમાં લગ્ન કર્યાં હતાં. સોલેમનીમાં બિંદુએ પોતાના નજીકના મિત્રો અને સાથે કામ કરનારા લોકોને બોલાવ્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kshama Bindu (@kshamachy)


દરેક દુલ્હનની જેમ બિંદુ પણ પોતાના લગ્નમાં માંગટીકો અને જ્વેલરી પહેરીને તૈયાર થઈ હતી. બધા લગ્નની જેમ બિંદુએ પણ સાત ફેરા લીધા હતા. લગ્નમાં દરેક વિધિ વિધાન અને પૂજા કરવામાં આવી. બિંદુએ જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ પોતાની સાથે લગ્ન કરવાના તેના નિર્ણયમાં સાથ આપ્યો. પોતાના લગ્નની અનેક તસવીરો અને વીડિયોઝ ક્ષમા બિંદુએ સોશિયલ મીડિયા પર શૅર પણ કર્યા. જેના પછી સોશિયલ મીડિયા પર આ સમાચાર મામલે મિક્સ પ્રતિક્રિયાઓ જોવા મળી છે.

જણાવવાનું કે પોતાની સાથે લગ્ન કર્યાં બાદ ક્ષમા માટે પોતાનું જીવન સરળ નથી રહી. ગુજરાતના (Gujarat) વડોદરાના (Vadodara) સુભાનપુરા વિસ્તારમાં રહેનારી ક્ષમાએ લગ્ન કરીને પોતાનું શહેર છોડવું પડ્યું. એટલું જ નહીં ક્ષમાએ નોકરી પણ છોડી દીધી હતી. ક્ષમા જે સોસાઇટીમાં રહેતી હતી, તેના મકાન માલિકે તેને ઘર ખાલી કરવા માટે કહી દીધું.

મકાન માલિકે સમાજના દબાણમાં આવીને આ નિર્ણય લીધો. ક્ષમાએ પોતે આ વાતની માહિતી આપી હતી અને કહ્યું કે હું નહીં જણાવું કે હાલ હું કયા શહેરમાં રહું છું. હું ફરી પાછી આવીશ. ત્યારે ક્ષમા પોતાને માટે બીજી નોકરીની પણ શોધમાં હતી.

આ પણ વાંચો : ભત્રીજા અજિત પવારને પાર્ટીમાં પદ કેમ ન મળ્યું? શરદ પવારે જણાવ્યું કારણ

નોંધનીય છે કે 11 જૂનના રોજ ક્ષમાએ પોતાની સાથે લગ્ન કર્યાં હતાં. ક્ષમાએ એકલા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હિંદુ ધર્માં એવો કોઈ નિયમ નથી આથી તેના આ નિર્ણય બાદ વિવાદ ખડો થયો. મંદિરમાં પણ આ પ્રકારના વિવાહ ન કરવાની ચેતવણી આપવામાં આવી. ક્ષમાએ દુલ્હા વગર જ મંડપમાં બેસીને સાત ફેરા ફર્યા.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2023 02:20 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK