Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના પાટણમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ: 4 વર્ષના બાળક સાથે એક મહિલાનું મોત

ગુજરાતના પાટણમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ: 4 વર્ષના બાળક સાથે એક મહિલાનું મોત

Published : 28 November, 2024 03:40 PM | IST | Patan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat Fire Incident: ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મામલાની તપાસ શરૂ કરી. પ્રશાસન દ્વારા આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ કરૂણ અકસ્માતને પગલે આસપાસના લોકોમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગુજરાતના પાટણ જિલ્લામાં એક આગની ઘટનામાં બે લોકોનું કરૂણ મોત (Gujarat Fire Incident) થયા હોવાની માહિતી સામે આવી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બુધવારે રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોમાં ચાર વર્ષને એક બાળક સાથે 65 વર્ષની વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે. રાત્રે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે આ આગની ઘટના બની હતી.


આ ઘટના બાબતે મળેલી માહિતી મળતી માહિતી મુજબ સિદ્ધપુરના એક ઘરમાં અચાનક લાગેલી આગ એટલી (Gujarat Fire Incident) ઝડપથી ફેલાઈ હતી કે ઘરના સભ્યો બહાર આવી શક્યા ન હતા. આગ લાગ્યા બાદ વિસ્તારમાં ભારે હોબાળો ફેલાઈ ગયો હતો. આગી આ આખા ઘરને લપેટમાં લીધું હતું. આગ પર કાબૂ મેળવ્યા બાદ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પાલિકાની બે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.



આગ ઓલવાઈ ત્યાં સુધીમાં ઘરની મોટાભાગની વસ્તુઓ જેમ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ફર્નિચર અને અન્ય ઘરવખરીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં (Gujarat Fire Incident) મોકલવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મામલાની તપાસ શરૂ કરી. પ્રશાસન દ્વારા આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ કરૂણ અકસ્માતને પગલે આસપાસના લોકોમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.


મુંબઈના ડોંગરીમાં વિસ્તારમાં પણ ભયાનક આગ

સાઉથ મુંબઈના ડોંગરીમાં નિશાનપાડામાં આવેલા ૨૨ માળના અન્સારી હાઇટ્સ બિલ્ડિંગમાં ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ સાઉથ સાઇડના પંદરમા માળના એક ફ્લૅટમાં ગૅસ-સિલિન્ડર બ્લાસ્ટ (Gujarat Fire Incident) થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે બિલ્ડિંગની સાઉથ સાઇડમાં સોળમા અને ઓગણીસમા માળના ફ્લૅટો બળીને ખાખ થઈ ગયા હતા. ઇન્ટરનલ આગને લીધે અચાનક જ આગની જ્વાળાઓ દસમા માળના ફ્લૅટમાં પહોંચતાં ત્યાંના એક ફ્લૅટમાં પણ સિલિન્ડર-બ્લાસ્ટ થયો હતો. એને કારણે એ ફ્લૅટ પણ બળીને ખાખ થઈ ગયો હતો. આગની દુર્ઘટનામાં પંદરમા માળના ફ્લૅટના દંપતી સહિત ત્રણ વ્યક્તિ દાઝી ગઈ હતી, જ્યારે ફાયર-બ્રિગેડની મહિલા અધિકારીને ખભા પર દસ ટાંકા આવ્યા છે. બધાને ભાયખલાની મસીના હૉસ્પિટલ અને જે. જે. હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. આગને ઓલવવા માટે પાંચથી વધુ ફાયર-વૅન અને ૯૦ મીટર લાંબી લૅડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2024 03:40 PM IST | Patan | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK