Gujarat Factory Fire: ફાયર વિભાગની ટીમે પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા અને આગની ગંભીરતા જોઈ.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતના અમદાવાદ અને સુરતમાં આગની મોટી ઘટનાઓ બાદ હવે ભરૂચની એક ફૅક્ટરીમાં આગની ઘટના સામે આવી છે. સોમવારે ભરૂચના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ કોલોનીમાં આવેલી જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેની અસર આસપાસની કંપનીઓમાં પણ જોવા મળી. આગના કારણે કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. આગ ઓલવવા માટે અનેક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે. આ આગનો વીડિયો પણ સામે આવ્યો છે.
ડ્રમ વિસ્ફોટથી લાગેલી આગ
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, જલ એક્વા કંપનીમાં ડ્રમ ફાટવાથી આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેની અસર આસપાસની કંપનીઓમાં પણ જોવા મળી. માહિતી મળતાં જ પાનોલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગની ટીમે પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા અને આગની ગંભીરતા જોઈ. પોલીસ અને વહીવટીતંત્રની ટીમે આગના કારણની તપાસ શરૂ કરી દીધી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આંધ્ર પ્રદેશની ફૅક્ટરીમાં પણ આગ
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ફટાકડાની ફૅક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો હોવાની ઘટના બની હતી. આ વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોને ઘણા કિલોમીટર દૂર સુધી સાંભળ્યો હતો. આ વિસ્ફોટમાં ફૅક્ટરીમાં કામ કરતા 8 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, તો અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ હતા. આ સંદર્ભમાં માહિતી આપતાં અનાકાપલ્લેના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ ઘટનાની પુષ્ટિ કરી હતી.
મુખ્ય પ્રધાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુટલામાં ફટાકડા ઉત્પાદન ફૅક્ટરીમાં વિસ્ફોટને લીધે 8 કામદારોના મોત થયા હોવા પર શોક વ્યક્ત કર્યો. મુખ્ય પ્રધાને ઘટના અંગે માહિતી મેળવવા માટે જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને રાજ્યના ગૃહ પ્રધાન અનિતા સાથે ફોન પર વાત કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય તબીબી સંભાળ મળે. તેમણે ખાતરી આપી કે સરકાર પીડિતોના પરિવારોને સપોર્ટ કરશે અને તેમને મજબૂત રહેવા વિનંતી કરી છે. તેમણે અધિકારીઓને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને તેમને રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો. અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું કે ઘાયલ થયેલા બે કામદારોની હાલત ગંભીર છે.

