ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
Gujarat Election
મધુ શ્રીવાસ્તવ
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માં ટિકિટ ન મળતા બળવાખોર બનેલા ભાજપના સીટીંગ ધારાસભ્ય પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના ધારાસભ્યોની આ યાદીમાં વડોદરાની વાઘોડિયા બેઠકના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava)નું નામ પણ સામેલ છે. વડોદરાના મજબૂત નેતા મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવાખોર વલણ દાખવતા તેમની છેલ્લી ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે મધુ શ્રીવાસ્તવ 6 વખત વાઘોડિયા સીટ પર કબ્જો કરી ચુક્યા છે.
મધુ શ્રીવાસ્તવે ભાજપના વરિષ્ઠ નેતાઓ પર કર્યો પ્રહાર
ADVERTISEMENT
બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે, તેમણે ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે અને ભાજપ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર સીધો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટી અને પ્રદેશમાં સારી એવી ઘૂંસપેંઠ હોવા છતાં ભાજપના ટોચના નેતાઓએ તેમની ટિકિટ કાપી નાખી. આ અંગે તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને જોતા તેમણે સ્વતંત્ર મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો તેમના મતવિસ્તારમાં ઘણો પ્રભાવ છે. એવું કહેવાય છે કે તેમના મતવિસ્તારમાં તેમનો ઘણો પ્રભાવ છે. તેમણે કહ્યું કે તેઓ આ ચૂંટણીમાં કોઈ પક્ષ સાથે લડશે નહીં, પરંતુ શિવસેના તેમની સાથે છે.
2017માં ભાજપની ટિકિટ પર જીત્યા હતા ચૂંટણી
2017માં મધુ શ્રીવાસ્તવે ભાજપ તરફથી ચૂંટણી લડી હતી અને વિજયને વર્યા હતા. ગત ટર્મમાં થયેલી ચૂંટણીમાં તેમનો મુકાબલો એક અન્ય દબંગ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ વાઘેલા સાથે થયો હતો. વાઘેલા પોતાના સમર્થકોમાં બાપુના નામે જાણીતા છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા બાદ ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ ફરી અપક્ષમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. જો મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્ર સિંહ બંને અપક્ષમાં ચૂંટણી લડશે તો ભાજપ માટે વાઘોડિયા પર સત્તા મેળવવી મુશ્કેલ બની શકે છે. જોકે, ચર્ચા એવી પણ છે કદાચ એવી સ્થિતિ સર્જાઈ તો જે પણ ઉમેદવાર ચૂંટણી લડશે, તેમનું ફરીથી ભાજપમાં જોડાણ થવાની સંભાવના છે.
વાઘોડિયા સીટ પર થશે જોરદાર મુકાબલો
કહેવામાં આવી રહ્યું છે કે વડોદરામાં ઉત્તર ભારતીય સમુદાયના મતદાતાઓની સંખ્યા સારી એવી છે. વાઘોડિયામાં પણ તેમની સંખ્યા આશરે 30 હજાર જેટલી છે. એવામાં મધુ શ્રીવાસ્તવનું ટિકિટ કપાવા પર આ બધા મત ભાજપ વિરુદ્ધ પડી શકે છે. જો કે કોંગ્રેસે આ બેઠક પર પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને મેદાવમાં ઉતારી શકે છે. તો બીજી બાજુ ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલની જીતના ગાણાં ગાય રહ્યું છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ વાઘોડિયા બેઠક પરથી ગૌતમ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં આ સીટ પરની જંગ રસપ્રદ થવાની સંભાવના છે.
કહેવામાં આવી રહ્યું છે કે મધુ શ્રીવાસ્તવને સુરેશ મહેતા સરકારને પાડવામાં અને શંકર સિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે મધુ શ્રીવાસ્તવ ગુજરાત વિધાનસભામાં યુવા ધારાસભ્ય હતા અને તેમના ઈશારા પર આશરે દસ અપક્ષ ધારાસભ્યો ચાલતાં હતાં. જેનો ફાયદો વિધાનસભાની કાર્યવાહીમાં શંકર સિંહ વાઘેલાએ ઉઠાવ્યો હતો. સુરેશ મહેતાની સરકાર પડ્યા બાદ કેટલાક સમય સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું અને બાદમાં શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતાં.
કોણ છે મધુ શ્રીવાસ્તવ?
મધુ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના રથ તાલુકામાં આવેલા ધમના ગામના રહેવાસી બાબુલાલના પુત્ર છે. તેના પિતા લાંબા સમય પહેલા વડોદરા પહોંચી ગયા હતા. 10 સુધી અભ્યાસ કર્યા પછી, મધુ શ્રીવાસ્તવે રાજકારણમાં પ્રવેશ કર્યો અને પછી તેમના આક્રમક સ્વભાવને કારણે, તેમણે એક દબંગ જનપ્રતિનિધિની છબી બનાવી. મધુ શ્રીવાસ્તવને લોકો બાહુબલી જેમ માને છે. મધુ શ્રીવાસ્તવ તેમના વિસ્તારના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે મોટા દિગ્ગજો તેને હરાવી શક્યા નહોતા અને મધુ શ્રીવાસ્તવ દરેક વખતે જીતતા રહ્યા.