ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રવક્તા વારિસ પઠાણ(Waris Pathan)એ બીસીસીઆઈ (BCCI)ને પૂછ્યું કે શું ભારતીય ટીમની જર્સીમાં કોઈપણ રાજકીય પક્ષને પ્રમોટ કરવું એ કરારના નિયમોની વિરુદ્ધ નથી?
રિવાબા અને રવિન્દ્ર જાડેજા (તસવીર: સૌ,ટ્વિટર)
ગુજરાત (Gujarat Election 2022)ની ઉત્તર જામનગર (Jamnagar) બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ના પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja)ગુજરાત ચૂંટણીમાં ચર્ચામાં છે. રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો હતો. જેની પહેલા આપના ધારાસભ્યએ જોરદાર નિંદા કરી અને ત્યાર બાદ હવે આ વિવાદે જોર પકડ્યું છે. વિરોધ પક્ષો વિવિધ રીતે રીવાબા અને રવિન્દ્ર જાડેજાને ઘેરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રવક્તા વારિસ પઠાણ(Waris Pathan)એ બીસીસીઆઈ (BCCI)ને પૂછ્યું કે શું ભારતીય ટીમની જર્સીમાં કોઈપણ રાજકીય પક્ષને પ્રમોટ કરવું એ કરારના નિયમોની વિરુદ્ધ નથી?
વારિસ પઠાણે ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે શું ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવી અને રાજકીય પક્ષના પ્રચારમાં સામેલ થવું એ ખેલાડીના કરારનો ભંગ નથી અને શું તે બીસીસીઆઈ મુજબ હિતોનો ટકરાવ નથી?
ADVERTISEMENT
Isn`t wearing the jersey of Indian Cricket team & indulging in promotion of a political party a breach of contract of player and also conflict of interest according to @BCCI ? pic.twitter.com/zHGBcKFdJ7
— Waris Pathan (@warispathan) November 27, 2022
વિવાદ વધ્યા બાદ રવિન્દ્ર જાડેજા દ્વારા પોસ્ટરના સ્ક્રીનશૉટને રિટ્વીટ કરીને તેના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. રિવાબાના એકાઉન્ટમાંથી પણ તે ટ્વીટ ડિલીટ કરવામાં આવી છે.
આ પણ વાંચો:Gujarat Election: પત્ની રિવાબાને જિતાડવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગ શરૂ
ભાજપે ધર્મેન્દ્રસિંહ જાડેજાને સાઈડલાઈન કર્યા
ભાજપે ઉત્તર જામનગરથી રીવાબાને ટિકિટ આપી છે, પરંતુ રીવાબાને ન તો અગાઉ કોઈ રાજકીય અનુભવ હતો કે ન તો તેમણે અગાઉ કોઈ ચૂંટણીમાં ભાગ લીધો હતો. ધારાસભ્ય પદ માટે રીવાબાની આ પ્રથમ ચૂંટણી હશે. ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને બાયપાસ કરીને રીવાબાને ટિકિટ આપી છે. ભાજપનું આ પગલું દરેક માટે આશ્ચર્યજનક છે. પરંતુ આ ચૂંટણી જીતવી રિવાબા માટે પડકારરૂપ બની રહી છે કારણ કે રવિન્દ્ર જાડેજાના બહેન નયાબા ઉત્તર જામનગર બેઠક પરથી જ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનમાં ઉત્તર જામનગરની બેઠકનો પણ સમાવેશ થાય છે, તેથી રીવાબા પાસે હવે માત્ર થોડા દિવસો બાકી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
આ પણ વાંચો:Gujarat Election:પતિની ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો ઉપયોગ કરવા પર રિવાબા વિવાદમાં