Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > BJPએ જાહેર કર્યો Manifesto: 20 લાખ રોજગાર અને છોકરીઓ માટે મફત સ્કૂટી...

BJPએ જાહેર કર્યો Manifesto: 20 લાખ રોજગાર અને છોકરીઓ માટે મફત સ્કૂટી...

Published : 26 November, 2022 01:43 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

BJP Manifesto For Gujarat : ગુજરાતમાં લગભગ 3 દાયકાથી સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે પોતાના સંકલ્પ પત્રમાં 40 વાયદા કર્યા છે

પ્રતીકાત્મક તસવીર

Gujarat Election 2022

પ્રતીકાત્મક તસવીર


BJP Manifesto For Gujarat : ગુજરાતમાં (Gujarat) લગભગ 3 દાયકાથી (3 Decades) સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે (Saturday) ગુજરાત વિધાનસભા ચૂંટણી (Guajrat Assembly Election 2022) માટે પોતાના સંકલ્પ પત્રમાં 40 વાયદા કર્યા છે, જેમાં 5 વર્ષોમાં યુવાનોને 20 લાખ રોજગાર, આઇઆઇટી 4 ગુજરાત પ્રૌદ્યોગિકી સંસ્થાન (GIT) સ્થાપિત કરવા, ગુજરાત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય સામેલ છે.


આ ઘોષણા પત્ર દ્વારા ભાજપે દરેક વર્ગના લલચાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ઘોષણાપત્રમાં મહિલાઓને પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત અનેક વરિષ્ઠ નેતા હાજર રહ્યા. નડ્ડાએ કહ્યું કે ભાજપના શાસન અને વડાપ્રધાન નરેન્ગ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતનો નિરંતર વિકાસ થઈ રહ્યો છે. ભાજપ જ રાજ્યનું સમગ્ર વિકાસ કરી શકે છે. ભાજપે હંમેશા બઘા વર્ગોના હિત માટે ભેદભાવનું કામ કર્યું છે. 



ભાજપના મોટા વાયદા
1. ગુજરાતમાં 5 વર્ષોમાં 20 લાખ રોજગાર આપશે.
2. વિદ્યાર્થિનીઓને મફત ઇલેક્ટ્રિક સ્કૂટી આપશે.
3. યૂનિફૉર્મ સિવિલ કોડ કમિટીની ભલામણો લાગુ પાડશે,
4. ગુજરાતમાં 2 સી ફૂડ પાર્કની સ્થાપના કરશે.
5. મહિલાઓને 5 વર્ષમાં 1 લાખ રોજગાર આપશે. 
6. ગુજરાતમાં બધા મજૂરોને 2 લાખની ગેરન્ટી લોન આપશે.
7. આયુષ્માન ભારત યોજના હેઠળ જે 5 લાખ સુધીનું હેલ્થ કવરેજ મળી રહ્યું છે તે 10 લાખ કરશે.
8. મુખ્યમંત્રીની ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ બે કૉપર્સ બનાવવામાં આવશે, જે ઇકોનૉમિકલી વીકર સેક્શનના દરેક પ્રકારના ડાયગ્નોસિસને મુક્ત કરશે.
9. 25 હજાર કરોડ ખર્ચ કરીને `ઇરીગેશનની ફેસિલિટી`ને સુઝલામ સુફળામ યોજના હેઠળ આગળ વધારશે.
10. આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલની ઓળખ માટે અલગથી સેલ બનાવવામાં આવશે.
11. ભારત વિરોધી તાકાત સામે લડવા અને સંભવિત જોખમને ઓળખી તેને ખતમ કરવા માટે એન્ટી રેડિકલાઇઝેશન સેલ બનાવશે.
12. સાર્વજનિક સંપત્તિને નુકસાનથી બચાવવા અને અસામાજિક તત્વો પાસેથી વસૂલી માટે કડત કાયદો ઘડશે.
13. સંસ્કૃતિનો પ્રોત્સાહન આપવા માટે 2500 કરોડ આપશે.
14. ગૌશાળાને બેહતર બનાવવા માટે 5000 કરોડ આપશે.
15. નવમાથી 12મા ધોરણ સુધીની વિદ્યાર્થિનીઓને મફત સાઇકલ આપશે.
16. 20 હજાર સરકારી સ્કૂલોને ઉત્કૃષ્ટ બનાવશે.
17. દેવભૂમિ દ્વારકા કૉરિડોર બનાવશે.
18. ગુજરાતને પ્રત્યક્ષ વિદેશી નિવેશનું ગંતવ્ય બનાવીને અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા જેટલી બનાવશે.


આ દરમિયાન નડ્ડાએ કહ્યું કે ગુજરાત વિકાસની ગંગોત્રી છે અને તે ગંગોત્રીમાં જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ તો અમે નવા સંકલ્પ સાથે પોતાને ફરી પુનર્સ્થાપિત કરતા આગળ વધવાની વાત કરીએ છીએ. અમે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંવિધાન જ આપણો સૌથી મોટો ધર્મ છે, તેના પર ચાલવું અને તેને સંભાળીને રાખવું આપણા બધાની જવાબદારી છે.

નોંધનીય છે કે 182 સભ્યની ગુજરાત વિધાનસભા ચૂંટણી હેઠળ બે ચરણમાં 1 અને 5 ડિસેમ્બરના મતદાન થવાનું છે અને મતગણના 8 ડિસેમ્બરના રોજ થશે. રાજ્યમાં આ વખતે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની આશા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 સીટ મેળવી હતી, જ્યારે કૉંગ્રેસને 77 સીટ મળી હતી. ભાજપે મોટાભાગે શહેરી ક્ષેત્રોમાં જીત મેળવી હતી, જ્યારે કૉંગ્રેસે ગ્રામીણ ક્ષેત્રોમાં બહેતર પ્રદર્શન કર્યું હતું.


આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શરૂ થયું મતદાન

જણાવવાનું ગુજરાતને લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ ગુજરાતમાં 1995થી સતત સત્તામાં છે. આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે કારણકે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં સત્તા જાળવી રાખવા માગે છે. જ્યારે કૉંગ્રેસ રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાંથી બહાર રહેવાથી વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવવા માટે આશા રાખે છે. તો, આમ આદમી પાર્ટી (આપ) છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પોતાની જમીન મજબૂત કરવામાં લાગેલી છે.

`આપ` જેણે 2017ની ચૂંટણીમાં 29 સીટ પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, પણ ત્યારે તે પોતાનું ખાતું સુદ્ધાં ખોલી શકી નહોતી. આ વખતે ભાજપને સત્તા પરથી ખસેડવાની આશામાં `આપ`એ બધી સીટ પરથી ચૂંટણી લડવા માટે કમર કસી છે

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 01:43 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK