આ ક્રમમાં મંગળવારે આસામના મુખ્યમંત્રી અને ભાજપ નેતા હિમંત બિસ્વા શર્મા ચૂંટણી પ્રચાર માટે કુબેરનગર આવ્યા હતા અને અહીં તેમણે એક જનસભાને સંબોધિત કરી.
Gujarat Election 2022
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બધી પાર્ટીઓ જોર શોરમાં પ્રચાર પ્રસારમાં લાગેલી છે. ચૂંટણી મેદાનમાં પોતાના દિગ્ગજોને મોકલવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં મંગળવારે આસામના મુખ્યમંત્રી અને ભાજપ નેતા હિમંત બિસ્વા શર્મા ચૂંટણી પ્રચાર માટે કુબેરનગર આવ્યા હતા અને અહીં તેમણે એક જનસભાને સંબોધિત કરી. પોતાના સંબોધન દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર જબરજસ્ત હુમલો શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હાલ ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન જેવા દેખાવા માંડ્યા છે. તેમણે સાવરકર પર ટિપ્પણીને લઈને પણ રાહુલ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આજકાલ રાહુલ સદ્દામ હુસેન જેવા દેખાવા માંડ્યા છે: હિમંત સરમા
રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા હિમંત સરમાએ કહ્યું કે ગાંધીના વંશજની છબિ મહાત્મા ગાંધી કે સરદાર પટેલ જેવી હોવી જોઈએ ન કે પૂર્વ ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસેન જેવી. હિમંતાએ કહ્યું, હાલ મેં જોયું છે કે તેમનો (રાહુલ ગાંધી) ચહેરો પણ બદલાઈ ગયો છે. તે આજકાલ ઇરાકના તાનાશાહ સદ્દામ હુસેન જેવા દેખાવા માંડ્યા છે. ચહેરો બદલવો કોઈ ખોટી વાત નથી. તમારો ચહેરો બદલવો હોય છે તો વલ્લભ ભાઈ પટેલ, જવાહરલાલ નેહરૂ કે પછી ગાંધીજી જેવો કરી લો પણ તેમનો ચહેરો સદ્દામ હુસૈન જેવો કેમ થતો જાય છે?
ADVERTISEMENT
રાહુલ ગુજરાતમાં એક વિઝિટિંગ પ્રોફેસરની જેમ આવી રહ્યા છે
શર્માએ ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર પ્રશ્ન ઉઠાવતા દાવો કર્યો છે કે તે રાજ્યમાં અદ્રશ્ય છે. આસામના સીએમે કહ્યું કે તે રાજ્યનો પ્રવાસ એવી રીતે કરે છે કે જેમ કે તે એખ વિઝિટિંગ પ્રોફેસર હોય. તેમણે હિમાચલ પ્રદેશમાં પ્રચાર પણ નહોતો કર્યો. તે માત્ર તે જગ્યાઓ પર જાય છે જ્યાં ચૂંટણી નથી થઈ રહી, કદાચ એટલા માટે કે તે હારથી ડરે છે.
ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે બૉલિવૂડ સિતારાને આપવામાં આવ્યા પૈસા
આસામના મુખ્યમંત્રીએ આગળ દાવો કર્યો છે કે કૉંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે બૉલિવૂડ સિતારાને પૈસા આપ્યા. જણાવવાનું કે અત્રિનેત્રી પૂજા ભટ્ટ અને અમોલ પાલેકર, સુશાંત સિંહ જેવા અભિનેતા આ યાત્રામાં ભાગ લીધો હતો.
પબ્લિસિટી માટે રાહુલનું નામ લે છે હિમંત શર્મા: અસમ કૉંગ્રેસ પ્રમુખ
સીએમ શર્માની રાહુલ ગાંધી સદ્દામ હુસૈનવાળી ટિપ્પણી પર અસમ કૉંગ્રેસ પ્રમુખ ભૂપેન કુમારે કહ્યું કે આસામના મુખ્યમંત્રી ફક્ત એક હેડલાઈન ઈચ્છે છે અને તમને તે ત્યારે પણ મળે છે જ્યારે તમે રાહુલ ગાંધીનું નામ લ્યો છો. હિમંત બિસ્વા સરમા કંઈપણ કહી શકે છે. તે સત્તા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. અમે ધ્યાન નથી આપતા.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને ઝટકો, શરૂ થયો રાજીનામાનો દોર
ગુજરાતમાં એક અને પાંચ ડિસેમ્બરના ચૂંટણી, આઠના પરિણામ
જણાવવાનું કે ગુજરાતમાં બે ચરણમાં મત આપવામાં આવશે. પહેલા ચરણનું મતદાન એક ડિસેમ્બરે થશે. આ દિવસે 89 સીટ પર વોટિંગ થશે. તો બીજા ચરણ માટે પાંચ ડિસેમ્બરે વોટ નાખવામાં આવશે. તો મત ગણતરી આઠ ડિસેમ્બરના થશે. આની સાથે જ આખા રાજ્યમાં આચાર સંહિતાની જાહેરાત પણ થઈ ગઈ છે.