કેજરીવાલે ઈસુદાન ગઢવી(Ishudan Gadhvi)ને પોતાના સીએમ પદના ઉમદેવાર તરીકે ઘોષિત કર્યા છે.
ઈશુદાન ગઢવી
આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેરજરીવાલ(Arvind Kejriwal)એ ગુજરાત (Gujarat)માં સીએમ ચહેરા માટે ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. કેજરીવાલે ઈસુદાન ગઢવી(Ishudan Gadhvi)ને પોતાના સીએમ પદના ઉમદેવાર તરીકે ઘોષિત કર્યા છે. કેજરીવાલે 29 ઓક્ટોબરના રોજ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકોને પૂછ્યું હતું કે તમે સીએમ પદ પર કોને જોવા માગો છો.
ગુજરાતમાં આમ આદમી પાર્ટના સીએમ પદના ચહેરા માટે પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથેરિયા, કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા ઈન્દ્રનીલ રાજયગુરુ, મનોજ સુરથિયાના નામ ચાલી રહ્યાં હતાં. પરંતુ અરવિંદ કેજરીવાલે જનતા દ્વારા કરાયેલી માંગને આધારે પૂર્વ ટીવી એન્કર ઈશુદાન ગઢવીના નામની ઘોષણા કરી છે.
ADVERTISEMENT
ઇશુદાન ગઢવી હાલમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ છે.રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના 16 લાખ 48 હજાર 500 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ગુજરાતના 16 લાખથી વધુ લોકોના અભિપ્રાયના આધારે તેમણે આ નિર્ણય લીધો છે. અહીંના લોકોએ ઇશુદાન ગઢવીને પસંદ કર્યા છે. એટલા માટે અમારી પાર્ટીનો સીએમ ચહેરો એક જ રહેશે. તેમણે કહ્યું કે ગુજરાત પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. AAPનું નવુ એન્જિન, નવી આશા છે.
આ પણ વાંચો:મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં વધુ એક ધમકીભર્યો ફોન, હાજીઅલી દરગાહ પર હુમલાની ધમકી
અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું હતું કે તેઓ કોને સીએમ તરીકે જોવા માગે છે.તેમણે જનતાનો અભિપ્રાય જાણવા માટે એક નંબર પણ જારી કર્યો હતો, જેના પર લોકો 3 નવેમ્બરની સાંજ એટલે કે ગુરુવાર સુધી કોલ અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય આપી શકે છે. ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસમ્બર એમ બે તબક્કામાં ચૂંટણી થશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)