રાપર પાસે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાપરથી ૨૬ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું અને ગાંધીધામ સુધી એનો અનુભવ થયો
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં આવેલા કચ્છની ધરા ગઈ કાલે રાતે વધુ એક વાર ધ્રૂજી હતી. રાપર પાસે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતાં નાગરિકોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. રાતે ૮.૧૮ વાગ્યે ચારની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રાપરથી ૨૬ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપનો આંચકો આવતાં રાપર સહિતના આસપાસના વિસ્તારની ધરતી હલી ગઈ હતી. રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિત ઘણાં સ્થળોએ આ ભૂકંપનો આંચકો નાગરિકોએ ઓછા-વત્તા પ્રમાણમાં અનુભવ્યો હતો. રાતે આવેલા ભૂકંપને કારણે ગભરાટના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.