Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં આઠ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરનારા નરાધમને માત્ર દોઢ મહિનામાં ફાંસીનું એલાન

ગુજરાતમાં આઠ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરનારા નરાધમને માત્ર દોઢ મહિનામાં ફાંસીનું એલાન

Published : 30 July, 2024 07:35 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના બાદ સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૧૨ જૂને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર નરાધમને ગણતરીના દિવસોમાં ફાંસીની સજા સંભાળવવામાં આવી છે. આ પ્રકારની કડક કાર્યવાહી મારફત ગુનાહિત માનસિકતા ધરાવતાં તત્ત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.


આ ઘટના બાદ સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. આ SITએ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીની મદદ લઈ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચાલેલા આ કેસમાં નરાધમને ફાંસીની સજાની સાથે બાળકીના પરિવારને ૧૭ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આરોપીને આદેશ આપવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 07:35 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK