અમદાવાદની ૨૦૦૦ સ્કૂલોની યાદી, સરનામાં અને સંપર્ક-નંબરનો સમાવેશ
અમદાવાદમાં ગઈ કાલે સંપર્ક સેતુ ઍપ્લિકેશન તેમ જ પ્રશ્ન બૅન્કનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું
અમદાવાદમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે સંપર્ક સેતુ ઍપ અને પ્રશ્ન બૅન્કનું લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. ઍપમાં અમદાવાદની ૨૦૦૦ સ્કૂલોની યાદી, સરનામાં અને આચાર્ય તેમ જ સંચાલકોના સંપર્ક નંબર મળશે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાઓનો સીધો સંપર્ક કરી શકશે એટલું જ નહીં, બોર્ડની એક્ઝામમાં આ ઍપથી પરીક્ષા-કેન્દ્ર સુધી પહોંચવું સ્ટુડન્ટ્સ માટે સરળ બની રહેશે.
સંપર્ક સેતુ ઍપ્લિકેશન શાળાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણજગતને જોડતી કડી બની રહેશે. અમદાવાદ શહેરમાં યોજાનારી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ દરમ્યાન અમદાવાદ કે અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓ આ ઍપ્લિકેશન દ્વારા સરળતાથી પરીક્ષાસ્થળ સુધી પહોંચી શકે એવી સુવિધા ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ગુજરાતમાં દસમા અને બારમા ધોરણની એક્ઝામ આવી રહી છે ત્યારે રિવિઝન માટે અમદાવાદ શહેરના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા પ્રશ્ન બૅન્ક તૈયાર કરવામાં આવી છે. આ પ્રશ્ન બૅન્કમાં દસમા ધોરણના ૬ વિષયો, બારમા ધોરણના વિજ્ઞાનપ્રવાહના પાંચ વિષયો અને સામાન્ય પ્રવાહના ૮ વિષયોના પ્રશ્નો અને બે-બે વિષયવાર મૉડલ પ્રશ્નપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.