આ પ્રસંગે આચાર્યવિજય ચંદ્રજિતસૂરીશ્વરજી મ.સા.એ તપનું મહત્ત્વ સમજાવીને આશીર્વચન પાઠવ્યાં હતાં
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તપસ્વીઓને પારણાં કરાવ્યાં હતાં
ગુજરાતમાં અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજનગર શ્વે.મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક ૨૦૦ સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો, જેમાં ભૂપેન્દ્ર પટેલે તપસ્વીઓને પારણાં કરાવ્યાં હતાં.
ADVERTISEMENT
અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ૨૦૦ સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત રહેલા તપસ્વીઓ અને તેમના પરિવારજનો.
ભૂપેન્દ્ર પટેલે સૌને મિચ્છા મિ દુક્કડં પાઠવીને કહ્યું હતું કે ૨૦૦ સિદ્ધિતપ તપસ્વીઓના ૪૫ દિવસનાં સિદ્ધિ તપનાં પારણાંના આ પ્રસંગે ઉપસ્થિત રહીને હું ધન્યતા અનુભવું છું. આ પ્રસંગે આચાર્યવિજય ચંદ્રજિતસૂરીશ્વરજી મ.સા.એ તપનું મહત્ત્વ સમજાવીને આશીર્વચન પાઠવ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલે પારણોત્સવમાં ઉપસ્થિત રહેલા જૈન મહારાજસાહેબનાં આશીર્વાદ મેળવ્યા હતા.