ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારનનું બજેટ (Gujarat Budget 2023)રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં કુલ 3.01 લાખ કરોડોના બજેટની રજૂઆત કરી છે.
Budget
નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ કર્યુ રજૂ (તસવીર: CMO Guj Twitter)
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારનું બજેટ (Gujarat Budget 2023)રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં કુલ 3.01 લાખ કરોડોના બજેટની રજૂઆત કરી છે. કનુભાઈ દેસાઈ (Kanu Desai) નાણામંત્રી તરીકે સતત ત્રીજી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ચુક્યુ છે, જે 29 માર્ચના રોજ પૂર્ણ થશે.
- કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતાં કહ્યું કે સરકાર વિકાસ યાત્રાના પાંચ સ્તંભ પર આગળ વધી રહી છે. અમારો પહેલો સ્તંભ ગરીબ અને સામાજીક વર્ગને સુવિધા અને સુરક્ષા આપવાનો છે. દેશના GDPમાં ગુજરાતનું યોગદાન 8.36 ટકા છે. સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું બજેટ ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનું છે.
- શિક્ષા વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડની ફાળવણી
- શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર વિભા માટે ગુજરાત સરકાર દ્વારા 2538 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. આ સિવાય 43 હજાર 651 કરોડ રૂપિયા શિક્ષણ વિભાગ માટે પ્રદાન કરવામાં આ્યાં છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને 15182 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ માટે કુલ 2165 કરોડ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10 હજાર 743 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ઊર્જા અને પેટ્રોરસાયણ વિભાગ માટે કુલ 8 હજાર 738 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે
- ગુજરાત વિધાનસભાના બજેટમાં દ્વારકા એરપોર્ટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. દ્વારકામાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે અને કેશોદ એરપોર્ટને પણ નવજીવન આપવામાં આવશે તેવું બજેટમાં જણાવાયું છે.
- ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ શિક્ષણ ક્ષેત્રે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી કે ગુજરાતની શાળાઓમાં 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે.
- ગુજરાતમાં નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં મજૂરોને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે. આ માટે ગુજરાતમાં 150 નવા સેન્ટર ખોલવામાં આવશે.
- ગુજરાતના બજેટમાં વન-પર્યાવરણ વિભાગ માટે રૂ.2 હજાર 63 કરોડની જોગવાઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આઠ હજાર 589 કરોડ રૂપિયાની જોગવાઈ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ માટે રૂ. 2 હજાર 193 કરોડની જોગવાઈ. જળ સંસાધન વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઈ. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વિકાસ કામો માટે શું જોગવાઈઓ છે?
ગુજરાતના બજેટમાં એરસ્ટ્રીપ-એરપોર્ટ અને એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર અને ઈકો-ટુરીઝમ હેઠળ પ્રવાસન સ્થળો માટે 640 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસનના વિકાસને વેગ આપવા માટે રૂ. 277 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે શું જોગવાઈ છે?
આ વખતે ગુજરાતના બજેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 10 લાખ વિકાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને 4 થી 20 હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આંબેડકર ભવન માટે 5 કરોડની જોગવાઈ. વિવિધ જિલ્લાઓમાં બાળ ગૃહ નિર્માણ માટે આઠ કરોડ રૂપિયાની વ્યવસ્થા. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજનામાં રૂ. 222 કરોડની જોગવાઈ. સાતફેરા સામુદાયિક લગ્ન સહાય યોજના માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.