Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની હૉસ્પિટલમાં દર્દીઓને ઊંઘમાંથી જગાડી બનાવ્યા ભાજપના સભ્યો? વીડિયો વાયરલ

ગુજરાતની હૉસ્પિટલમાં દર્દીઓને ઊંઘમાંથી જગાડી બનાવ્યા ભાજપના સભ્યો? વીડિયો વાયરલ

Published : 20 October, 2024 07:48 PM | IST | Rajkot
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat BJP workers allegedly asks hospital patients OTP: અહેવાલ મુજબ જૂનાગઢની ત્રિમૂર્તિ હૉસ્પિટલમાં નોંધાયેલા દર્દીઓને 16 સપ્ટેમ્બરના રોજ મોતિયાની શસ્ત્રક્રિયા માટે રાજકોટ લાવવામાં આવ્યા હતા.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ  (તસવીર: સોશિયલ મીડિયા)

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)


ગુજરાતના રાજકોટની એક હૉસ્પિટલથી એવો વીડિયો સોશિયલ મીડિયા (Gujarat BJP workers allegedly asks hospital patients OTP) પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને રાજ્યમાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે. રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હૉસ્પિટલના મોતિયાની શસ્ત્રક્રિયાના દર્દીઓને મધ્યરાત્રિએ જગાડીને બાદ કથિત રીતે ભાજપના સભ્યો તરીકે નોંધણી કરવવાની ઝુંબેશ માટે ઓટીપી માગવામાં આવ્યો હોવાના આરોપને લઈને ગુજરાતમાં નવો વિવાદ ઉભો થયો છે. અહેવાલ મુજબ જૂનાગઢની ત્રિમૂર્તિ હૉસ્પિટલમાં નોંધાયેલા દર્દીઓને 16 સપ્ટેમ્બરના રોજ મોતિયાની શસ્ત્રક્રિયા માટે રાજકોટ લાવવામાં આવ્યા હતા. રાત્રિ દરમિયાન, એક વ્યક્તિએ કથિત રીતે તેમને જગાડ્યા હતા અને OTP ની માગણી કરી હતી અને આ લોકો ભાજપના સભ્યો તરીકે હોવાની જાણ થઈ હતી જે બાદ ભાજપ પર કૉંગ્રેસે ટીકા કરવાનું શરૂ કર્યું છે.


જૂનાગઢના દર્દી કમલેશ ઠુમ્મરે આ ઘટનાનો વીડિયોમાં તેમના મોબાઇલ કૅમેરામાં કેદ કરીને મીડિયા સાથે શૅર કર્યો હતો. ઘણા દર્દીઓને ત્યારે જ ખ્યાલ આવ્યો કે તેઓને ભાજપના સભ્ય (Gujarat BJP workers allegedly asks hospital patients OTP) બનાવવામાં આવ્યા છે જ્યારે તેઓને પુષ્ટિકરણ સંદેશાઓ મળ્યા છે.  જૂનાગઢથી આંખની સર્જરી માટે ગયેલા કમલેશ ઠુમ્મરે આક્ષેપ કર્યો હતો કે "હું ગયા રવિવારે મોતિયાની શસ્ત્રક્રિયા માટે રાજકોટ ગયો હતો અને રાત્રે આઠ વાગ્યાની આસપાસ ઊંઘી ગયો હતો. રાત્રે 10:30-11 વાગ્યાની આસપાસ, કોઈએ મને જગાડ્યો, મારો મોબાઈલ નંબર માંગ્યો, મને લાગે છે કે તે હૉસ્પિટલ માટે હતો. મને ખબર પડે તે પહેલાં, તેણે મારો ફોન લઈ લીધો, OTP નો ઉલ્લેખ કર્યો અને જ્યારે મને મારો ફોન પાછો મળ્યો, હું બીજેપીનો સભ્ય બની ગયો હતો”.




"જ્યારે મેં તેમને પૂછ્યું, `શું તમે મને ભાજપનો (Gujarat BJP workers allegedly asks hospital patients OTP) સભ્ય બનાવ્યો?` તેમણે જવાબ આપ્યો, `બીજો કોઈ રસ્તો નથી.` આવું ન થવું જોઈએ, લગભગ 200-250 લોકો સભ્ય બન્યા - આ એક કૌભાંડ છે, "થુમ્મરએ આરોપ કર્યો હતો. રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટના શાંતિ વડોલીયાએ જણાવ્યું હતું કે, "અમારું ટ્રસ્ટ સમગ્ર ગુજરાતમાંથી દર્દીઓને મોતિયાની વિનામૂલ્યે સર્જરી માટે લાવે છે. 16 ઓક્ટોબરે અમે જૂનાગઢમાં એક કેમ્પ યોજ્યો હતો, જેનું આયોજન ત્રિમૂર્તિ હોસ્પિટલમાં ડૉ. ચીખલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. દર્દીઓને પછીથી તેમની પ્રક્રિયા માટે રાજકોટ લાવવામાં આવ્યા હતા. આ મુદ્દો હમણાં જ અમારા ધ્યાન પર આવ્યો છે, અને જેની હવે તપાસ ચાલી રહી છે. જો કોઈ ટ્રસ્ટ સભ્ય સંડોવાયેલો જણાશે, તો નિયમો અનુસાર કડક પગલાં લેવામાં આવશે," વાડોલિયાએ ખાતરી આપી હતી.


રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, "મેં મારા ઝોન સેક્રેટરીને વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ સહિત સમગ્ર મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સૂતેલા દર્દીઓને જગાડવા અને તેમને સભ્ય બનાવવા માટે કોઈને સૂચના આપવામાં આવી નથી. સહન ન થાય." દોશીએ ઉમેર્યું, "છેલ્લા 50 દિવસમાં મર્યાદામાં રહીને તમામ શહેર ભાજપના કાર્યકરોએ (Gujarat BJP workers allegedly asks hospital patients OTP) તેમના સભ્યપદના લક્ષ્યાંકને વટાવી દીધા છે. હું આ ઘટનાની સખત નિંદા કરું છું અને ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર હોઈ શકે તે ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસની ખાતરી આપું છું."

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2024 07:48 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK