પક્ષમાં સન્માન જળવાતું ન હોવાથી વિધાનસભ્ય તરીકે રાજીનામું આપવા સુધીની ઇચ્છા વ્યક્ત કરી વિધાનસભ્ય ડૉ. દર્શના દેશમુખે
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં નર્મદા જિલ્લાના બીજેપીના સ્નેહ મિલન કાર્યક્રમમાં મહિલા વિધાનસભ્યએ અપમાનના મુદ્દે સ્ટેજ પરથી પોતાની વ્યથા ઠાલવી હતી. પક્ષમાં સન્માન જળવાતું ન હોવાની વાતે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપવા સુધીની વાત ડૉ. દર્શના દેશમુખે કરી હતી.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નાંદોદના વિધાનસભા ક્ષેત્રનાં બીજેપીનાં વિધાનસભ્ય ડૉ. દર્શના દેશમુખે સ્ટેજ પરથી સંબોધન કરતાં કહ્યું હતું કે ‘મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું. મારાથી નાનો કાર્યકર પણ મારી સામે જોઈને ફાવે તેમ બકવાસ કરે છે. આ વિધાનસભ્યનું અપમાન મારું અપમાન નથી, તમારા સૌનું અપમાન છે. તમારા સૌના મતદાન થકી, તમારા સૌના એક-એક વોટ થકી આજે હું વિધાનસભ્ય તરીકે અહીં ઊભી છું ત્યારે આપ સૌને વિનંતી છે કે આપ સૌ વિધાનસભ્ય તરીકે મને ચાર વર્ષ જોવા માગતાં હો તો સૌએ નિર્ણય કરવો પડશે કે જે લોકો મારું અપમાન કરે છે એ લોકોને અપમાનનો બદલો ચૂકવવો પડશે.’
ADVERTISEMENT
બીજેપીના સંસદસભ્ય મનસુખ વસાવાએ કહ્યું કે તેમનું ક્યાંક માન-સન્માન ઘવાયું હશે તો તેમની વાત અમે સમજીશું અને પાર્ટીમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું.