મારા મતવિસ્તારમાં જ્યાં-જ્યાં મને ખામી જણાઈ છે, જ્યાં-જ્યાં મેં તપાસ કરી છે, જ્યાં-જ્યાં બરાબર કામ નથી થયું ત્યાં એ કામ માટે મેં ફોટો સાથે તપાસ માટે મોકલ્યું છે.’
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગુજરાતમાં ચાલતી સરકારી યોજના નલ સે જલ સામે ખુદ બીજેપીના વિધાનસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીર ઉર્ફે જેઠા ભરવાડે પ્રશ્નો ઉઠાવ્યા છે અને પંચમહાલ જિલ્લામાં આવેલા પોતાના મતવિસ્તાર શહેરામાં નલ સે જલ યોજનામાં વાસ્મોના કામમાં ગેરરીતિ આચરાયાના આરોપ સાથે સોશ્યલ મીડિયા પેજ પર પોસ્ટ વાઇરલ કરી છે.
ગુજરાતમાં ચાલતી સરકારી યોજના નલ સે જલમાં ગેરરીતિના મુદ્દે જેઠા ભરવાડે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘આ દેશના વડા પ્રધાન ગરીબ માણસો માટે વિચારી રહ્યા હોય અને નલ સે જલ યોજના બનાવી હોય અને એ યોજના જ્યારે સક્સેસફુલ ન જાય એમાં સરકાર બદનામ થાય. સરકાર બદનામ ન થાય અને લોકોને પાણી મળી રહે એ માટે મેં તપાસ કરવા કાગળ લખ્યાં છે અને તપાસ ચાલુ છે. મારા મતવિસ્તારમાં જ્યાં-જ્યાં મને ખામી જણાઈ છે, જ્યાં-જ્યાં મેં તપાસ કરી છે, જ્યાં-જ્યાં બરાબર કામ નથી થયું ત્યાં એ કામ માટે મેં ફોટો સાથે તપાસ માટે મોકલ્યું છે.’