ગુજરાત એટીએસ(Gujarat ATS)એ ભારતીય કોસ્ટ ગાર્ડે સાથે મળીને એક ઈરાની બોટ ઝડપી પાડી હતી. જેમાંથી લગભગ કોરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત એટીએસ(Gujarat ATS)એ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે મળીને એક સંયુક્ત અભિયાન હેઠળ મોટી કાર્યવાહ કરી છે. પીઆરઓ ડિફેન્સ ગુજરાત અનુસાર કાર્યવાહી કરતા ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના અરબ સાગરમાં ભારતીય સીમામાં પાંચ ક્રૂ અને 61 કિલો નશીલા પદાર્થ સાથે ઈરાની બોટને પકડ પાડી છે. બજારમાં આ પદાર્થની કિંમત 425 કરોડ રૂપિયા છે. આગળની તપાસ માટે બોટને ઓખા લઈ જવામાં આવી છે.
એખ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. જ્યારે રક્ષા જનસંપર્ક દ્વારા સોમવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ગુજરાત ATS દ્વારા મળેલી બાતમીને આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ તેના બે પેટ્રોલિંગ જહાજોને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા છે.
ADVERTISEMENT
રાત્રી દરમિયાન, ઓખા કિનારે લગભગ 340 કિમી દૂર ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે જતી જોવા મળી હતી, એમ રિલીઝમાં જણાવાયું હતું. ભારતીય પેટ્રોલિંગ જહાજો દ્વારા પડકારવામાં આવતા બોટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી બોટનો પીછો કરીને તેને પકડવામાં આવી હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે આ ઈરાની બોટમાંથી 425 કરોડ રૂપિયાની કિંમતનું લગભગ 61 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ 425 કરોડ રૂપિયા છે.