પીએમ મોદીએ (PM Modi) માત્ર મતદારોને મત આપવાની અપીલ (Appeal) કરી છે. બીજેપીએ (BJP) કહ્યું કે જો કોઈ સૌથી વધારે નિયમોનું પાલન કરે છે તો તે પીએમ મોદી છે.
Gujarat Election 2022
ફાઈલ તસવીર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) બીજા ચરણનું વોટિંગ (Gujarat Assembly Election 2022) વચ્ચે કૉંગ્રેસે (Congress) પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર આચાર સંહિતા (Code of Conduct)ના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. કૉંગ્રેસનો (Congress) આરોપ છે કે મત આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રોડ શો (Road Show) કરીને આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આ દરમિયાન બીજેપીનો (BJP) તર્ક છે કે આ કોઈ ચૂંટણીની આચારસંહિતાનું (Code of Conduct) ઉલ્લંઘન નથી. પીએમ મોદીએ (PM Modi) માત્ર મતદારોને મત આપવાની અપીલ (Appeal) કરી છે. બીજેપીએ (BJP) કહ્યું કે જો કોઈ સૌથી વધારે નિયમોનું પાલન કરે છે તો તે પીએમ મોદી છે.
કૉંગ્રેસ નેતા પવન ખેડાએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરતા કહ્યું, "પીએમ મોદી વોટ આપવા માટે નીકળે છે તો અઢી કલાકનો રોડ શો કરે છે. મીડિયા તો મજબૂરીમાં બતાવે છે, પણ ચૂંટણી પંચની શું મજબૂરી છે? જે ચેનલ્સે પીએમ મોદીનો રોડ શો લાઈવ બતાવ્યો છે, તે જાહેરાત દર પ્રમાણે બીજેપીને બિલ મોકલે. અમે એવા પ્રયત્ન કરશું કે ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવે. ચૂંટણી પંચ આના પર કોઈ નોંધ કેમ નથી લેતું." ખેડાએ આગળ કહ્યું, "ચૂંટણી પંચ ફરિયાદ નથી સાંભળતું, કારણકે તે ગભરાયેલ છે. અમે ટૂંક સમયમાં આના પર કાયદાકીય રીતે મુદ્દો ઉઠાવશું."
ADVERTISEMENT
આ પણ વાંચો : આ મહાનુભાવોએ પણ આપ્યો મત, જુઓ તસવીરો
તો, કૉંગ્રેસ નેતા જગદીશ ઠાકુરે કહ્યું છે કે પીએમ મોદી હજી પણ પ્રચાર કરી રહ્યા છે. તો મીડિયામાં કલાક સુધી છવાયેલા રહેવા માગે છે. ગુજરાતમાં બીજેપીની સત્તા જઈ રહી છે તો વોટની જગ્યાએ હવે પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યમાં મતદાન જોતા આચાર સંહિતા લાગી છે. એવામાં આ રીતે રસ્તા પર ઉતરવું આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તો, બીજેપીએ આના બચાવમાં કહ્યું કે જેટલો પ્રચાર તેમણે કરવાનો હતો તે કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : Gujarat Election: હિરાબાએ મતાધિકારનો કર્યો ઉપયોગ, શાહ અને પટેલે પણ આપ્યો મત
સીઆર પાટિલે કર્યો બચાવ
ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટિલે પીએમ મોદીના બચાવમાં ઉતર્યા છે. તેમણે કહ્યું કે આ બધાનો અધિકાર છે કે લોકોને મત આપવા માટે જાગૃત કરવામાં આવે. મોદીએ કોઈને પણ બીજેપીને મત આપવા માટે નથી કહ્યું. એવામાં કૉંગ્રેસે આવા આરોપ ન મૂકવા જોઈએ.