વૅલીની ખાસિયત એ છે કે અહીં કૉસ્મોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરનાં ફૂલોના પ્લાન્ટ્સ વૅલીની જેમ લગાવવામાં આવ્યા છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ૨૦ હજાર ચોરસ મીટરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બનાવેલી ફ્લાવર વૅલી
અમદાવાદમાં સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણ ખુલ્લું મુકાયું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ૨૦ હજાર ચોરસ મીટરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ફ્લાવર વૅલી બનાવી છે. ફ્લાવર વૅલી ભારતના શહેરી વિસ્તારની અને ગુજરાતની પ્રથમ ફ્લાવર વૅલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં એક જ પ્રકારનાં ફૂલોથી સમગ્ર વિસ્તારને ફ્લાવર વૅલીની જેમ તૈયાર કરાયો છે. આ વૅલીની ખાસિયત એ છે કે અહીં કૉસ્મોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરનાં ફૂલોના પ્લાન્ટ્સ વૅલીની જેમ લગાવવામાં આવ્યા છે. આ ફ્લાવર વૅલી સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ગઈ કાલે અમદાવાદના મેયર કિરીટ પરમારે ફ્લાવર વૅલીનું ઉદ્ઘાટન કર્યું હતું.