કચ્છના નીરજ અંતાણી અમેરિકામાં સેનેટર ચૂંટાયા
નીરજ અંતાણી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છના નીરજ અંતાણી રિપબ્લિકનના ઓહાયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે. તે ૨૯ વર્ષના યંગ છે. નીરજ અંતાણી હાલ રાજ્યના પ્રતિનિધિ છે, તેમણે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવ્યા હતા.
પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલા નીરજ અંતાણીના માતા-પિતા ૧૯૮૭માં ભારતમાંથી વોશિંગ્ટન શિફ્ટ થયા હતા અને પછી ત્યાંથી તેઓ મયામી જતા રહ્યા હતા. નીરજ અંતાણી ૨૩ વર્ષની ઉંમરમાં જ ૨૦૧૪માં પ્રતિનિધિઓના ઓહાયો ગૃહ માટે ચૂંટયાા હતા. ૨૦૧૫માં નીરજ અંતાણી ફોર્બ્સ મેગેઝિનની કાયદા અને નીતિ માટે ૩૦ વર્ષની ઓછી વય ધરાવતા ટોપ ૩૦ લોકોની યાદીમાં સામેલ થયા હતા.
ADVERTISEMENT
નિરજ અંતાણીએ ઓહિયો રાજ્યના ભારતીય-અમેરિકી સેનેટર બનવાનો ઇતિહાસ રચ્યો છે. અંતાણીએ માર્ક ફોગલ સામે જીત મેળવી છે. તેમણે જણાવ્યું કે, જ્યાં હું જન્મ્યો અને ઊછર્યો, તે સમાજે આપેલા સમર્થન માટે બહુ આભારી છું.”
સારા મેકબ્રાઇડ અમેરિકાની પ્રથમ ટ્રાન્સજેન્ડર સૅનેટ સભ્ય
અમેરિકામાં ડેલોવેયરમાં ટ્રાન્સજેન્ડર સારા મેકબ્રાઇડને સૅનેટ સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શપથ લીધા બાદ તે દેશની પહેલી ટ્રાન્સજેન્ડર રાજ્ય સૅનેટર બની જશે. તે અમેરિકામાં સૌથી ઊંચી રેન્કિંગ પર પસંદ કરવામાં આવેલી પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. રિપબ્લિકન સ્ટીવ વૉશિંગ્ટનને હરાવ્યા બાદ મેકબ્રાઇડે ડેલાવેયરની સીટ જીતી છે.
ટ્રાન્સજેન્ડર વિધાયકોમાં તેમનું નામ સામેલ તેમણે ઉત્તરી વિલમિંગ્ટનથી પેન્સિલ્વેનિયા સીમા સુધી ફેલાયેલા લોકતાંત્રિક જિલ્લામાં જીત હાંસલ કરી છે. દેશભરમાં કોઈ અન્ય ટ્રાન્સજેન્ડર વિધાયકોમાં તેમનું નામ સામેલ છે, પરંતુ તે પહેલી ટ્રાન્સજેન્ડર રાજ્ય સૅનેટર હશે

