કેજરીવાલનો આજે સુરતમાં રોડ-શો
અરવિંદ કેજરીવાલ
ગુજરાતના રાજકારણમાં સુરતથી એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી આજે સુરતમાં રોડ-શો યોજશે અને સુરતની જનતાનો આભાર માનશે. સુરતમાં ૭ કિલોમીટરના આ રોડ-શોમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જોડાશે.
આમ આદમી પાર્ટી, ગુજરાતના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે અરવિંદ કેજરીવાલ સવારે ૮ વાગ્યે સુરત આવશે. તેઓ પાર્ટીના ગુજરાત સંગઠન સાથે મીટિંગ યોજશે. બપોરે ત્રણ વાગ્યે વરાછા વિસ્તારમાંથી રોડ-શો યોજાશે અને ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ જાહેર સભાને સંબોધશે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ પહેલી વાર સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ૨૭ ઉમેદવારોએ જીત મેળવી હતી.

